ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012

તારા વગર.....


 મેહ્ફિલ છે અંગત આપણીજેના મુશાયરા છે આપણા
મહેંકતું રાખવું છે ગુલશન અહીંજે શક્ય નથી તમારા સૌ વગર.....
પાંદડું લીલું રંગ રાતો પગલે પગલે પિયા નો જીયો લઈ જાતો
તુજ કાફી છે તારા માટે શાને ના ગોત તુજને તારામાં 
ખુદ ને મળે ખુદા નહીં તારા વગર......
દોહ્યલું લાગે  જીવન તારા વગર 
કોઈનો  ગમે સંગાથ તારા વગર....
માટે માંગુ તારો હાથ દે  મને સાથ
કડવો લાગે સંસાર પ્રિયે તારા વગર.....
તારા વગર શ્વાસ મારા મહીં નહીં રહે  ખોળીયા મા
હું તો શું  દુનિયા પણ ના શોધી મળી શકે તારા વગર......
ગુન્હો એવો થયો છે કે ચુકાદો નહીં આવે તારા વગર.....
વાત-વાતમાં તારી યાદો ને વાગોળતો રહ્યો મન હવે તો ઢંઢોળાય તારા વગર.....
 તે કેવી રમત મારી ખાનદાની ની કે નથી પામી શક્તો હું મને તારા વગર.....
દિલની ગલીઓ સુની પડી છે તારા વગર લાગણીનું ફળીયું પણ સુનું છે તારા વગર.....
હવે શેની રાહ શિદને દુઃખાવે દિલ મુજનું આત્માનું ખોરડું ખાલી પડ્યું તારા વગર....
લાગણીના પ્રવાહોમાં તણાતો રહ્યો તારા વગર.... આમ પણ સંસાર ક્યા જીવવા લાયક તારા વગર....
મને સમાવી લે હવે તારા દિલમાં જરા હવે તો જીવવુ લાગે આકરૂં તારા વગર....
ભરેલો છે અહીં લોકો નો દરબાર તોય થાય તન્હાઈ નો એહસાસ તારા વગર...
આકાશે ઉડતા પંખીઓને નિહાળી એહસાસ કરું કુદરત
 મળૂ તુજને  એહસાસ તારા વગર...
ધરતીના ખુણે ખુણે પથરાયા છે વન-ઉપવન 
છતાં ફેલાયેલી ડાળીઓની નજાકત નથી તારા વગર....
ચારે બાજુ ખુશીનો છે ખળભળાટ છતાં આવે વેદના ના અણસાર તારા વગર.....
દિલ તો નાજૂક છે જે તમને આપી દીધું
હવે  કારમી વેદના સહું છું તારા વગર.....
શોધે છે સતત તને મારી નજર
ક્યાંય ગમતું નથી પિયુ તારા વગર.....
મનનો અજંપો આજ હૈયે દેખાયો
શાને કાજે તેનો પ્રેમ ઉરમાં સમાયો
દુનિયા આટલી રંગીન છે છતાં લાગે શુન્યાવકાશ તારા વગર...... !! --(tara vagar-on line )

4 ટિપ્પણીઓ:

  1. :::::::::::::::::::::::::::::::::: તુજ સૂર ને સંગીત ટેરવાં મુજ્ને નચાવે થનગન થનગન...પૂનહઃ પૂનહઃ સુબહ સુબહ ઠુમક ઠુમક ભીંજત તનમન ......
    ---રેખા શુક્લ (શિકાગો)

    જવાબ આપોકાઢી નાખો
  2. namaskar mem...first of i gave us many many congretulations for very good and effective writings..second of i w'd like to say please send me all articles of u....and give me BLESSINGS....thanx mem...

    જવાબ આપોકાઢી નાખો