ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

પગફેરા ના સમજુ... તુ જાણે પણ હું શેને સમજુ?

પગફેરા ના સમજુ... તુ જાણે પણ હું શેને સમજુ?
ઇશ્વર ને બે હાથ જોડી ને પુછું આપીને કેમ લઈલે તું?
જન્મ આપી માંડમાંડ છુટો કર્યો હમણાં તેને કેમ ભુલુ?
તને સોંપતા પેહલા તારા વિષે શું સમજું પરમાત્મા?
ક્યાંથી લાવું અગ્નિદાહ ની તાકાત હું મારામાં ?
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
અંતર મન ના સમજે કોમળ દિલના માને 
તું કઠોર છે નિષ્ઠુર છે સ્નેહી નહીં દુશ્મન છે?
સમય પતી ગયો જાણે તું જવાબ દે?
ક્યાંથી રાખું શ્રધ્ધા ને શું આપું અંજલી?
દોહ્યલું લાગે છે શનીલ તારા વગર જીવન
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
આજ શ્વાસ ગુંગળાય કડવો વખ સંસાર
સુનો મારગ ને શુષ્ક વ્રુંદાવન વિચાર
પાણીના વેશમાં ધરી મુજને શ્વાસ વગર
જ્યાં ભાગવાને વ્હાણ પણ દીધા વગર
અર્થહીન ઉભા રહી ત્યજવું નથી જાણું
કાયમી કોઈનું રેહઠાણ કે રોકાણ નથી 
લે આપ્યો મારો હવે તારો સાચવીશ જાણું
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
----રેખા શુક્લ ૧૨/૧૯/૧૨


3 ટિપ્પણીઓ:

  1. શું કરવા હું માંગુ ને શું મુજને તું કરાવે

    હિપ્નોટાઇઝ કર કાં તો સંવેદના લઈલે

    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  2. Chandralekha Raoઅક્ષરની અટારીએ ...
    એક વાદળ ઉદાસી નું બેઠું મુજ મહીં
    પાંપણે વરતાય ચોમાસુ મુજ મહી
    કેટલા કરે પ્રયાસ કોઇ ખુદ ને અહી
    દિલાસા ભીતરે અટવાય અહીં તહી
    ચંદ્રલેખા

    જવાબ આપોકાઢી નાખો