શનિવાર, 10 નવેમ્બર, 2012

..........રંગ ભરી આકાશે


જળવિહીન સુની નભવાદળી
પથ સંગ ઉડે રંગ ભરી આકાશે
કુલ-માછલી કોમળ અધરે
અડધા નભમાં અડધું વાદળ
અડધી વરસી વર્ષા ખુણે
તપતુ રુદન અડધું ભીંજે સાંજે.....
..........રંગ ભરી આકાશે
જંગલ ઉગ્યું કોંક્રિટ ના શેહરે
નમણું તરણું અતીત પેહરે
ધગ ધગતું હૈયું પીગળે આંખે
ગાલે સરકે સુંવાળુ ઝાંખે
ચશ્મિશ આંખે ઝુકેલ ખંધે
ફુલ ચુંદડી સરકે
..........રંગ ભરી આકાશે
વાદળ વગરનું કેસરિયાળું 
રક્તિમ પીળું સ્તબ્ધ નભે
સુર્ય અસ્ત પનધટે
આંખે ટપ ટપ ચમકે
ગર્જે નભમાં વિજ ઝબુકી
મેઘ કરે સવારી જો ગાજે
ભીંજાઈયે બારેમાસ સાંજે
..........રંગ ભરી આકાશે
-રેખા શુક્લ ૧૧/૧૨/૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો