રોજ તુટે તારલિયા
રોજ ખુટે ચાંદલિયા
શ્વાસ ના એકાંતમાં
છલકતુ, મલ્કતુ ગભરાતું શરમાતું વલખાતું ચંચળ મન પરોઢમાં
ધક ધક વહે યાદોમાં
કેવો નશો છે લતમાં
બેબસ છે હાલાતમાં
ક્ષણમાં માંગે શેને માંગે વેદના મળી છલકાય આંખો શબ્દ ચિત્રમાં
લકીર સામે ફરિયાદમાં
પ્રયાસ રઝળે રાહમાં
ક્શ્મ કશ રોપી હૈયામાં
ઉષ્મા ભળે શબ્દે શબ્દે મલકાય પ્રેયસી ઉગતી પરોઢે કૈં યાદમાં
-રેખા શુક્લ (શિકાગો)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો