મંગળવાર, 31 જુલાઈ, 2012

થાય ચૈતન્યનો ચમત્કાર તો કરું કવિને અર્પણ...



હીરાનો પારખનાર મળે સાચો જો ઝવેરી
નવા નગરનું નિર્માણ અહીં તો થાય રૂપેરી
પ્રાર્થના ને ધૈર્ય ભરી સાધના એ ઉડવા મળ્યું આકાશ
આવેશ ને આતશ માં ભળે બુધ્ધિનો સરવાળો
સંગંત ના સુફળે અહીં થાય સ્વપ્ન સિધ્ધિ
અટ્પટાં સવાલોના જડબાંતોડ જવાબોમાં
પાલખી માં બેસી ને આવી જો વાધણ...
ત્યાગની ઉત્કટ ભાવના ને કપરું કર્તવ્યપાલન
અનોખી મળે સજા સૌજન્યની કરે સુરક્ષા
કલમ કિતાબ ને કારાવાસે વસે નિર્ભય નરવીર
ઇન્સાફે પરોપકારનું પ્રદર્શન તો ન હોય
સ્વદેશ સ્વાધિનતા જ સર્વોત્તમ સંપત્તિ
સ્વાશ્રયનો સબક દેખાડી લૈ ભાષાની ખુમારી
કવિતાનું કૌવત લઈ કર અનોખો કરિયાવર
ગરવી ગુરૂદક્ષિણા જ સહાનુભુતિની સરવાણી
સાહિત્ય સેવાના વ્રતધારી ને દંઉ પ્રસંશાની પુષ્પાંજલિ
----રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. વાહ રેખા ખરેખર સરસ રચના બની છે અભિનંદન..
    ગરવી ગુરૂદક્ષિણા જ સહાનુભુતિની સરવાણી
    સાહિત્ય સેવાના વ્રતધારી ને દંઉ પ્રસંશાની પુષ્પાંજલિ કવિઓ માટે સરસ પુષ્પાંજલી થૈ સરસ આપણને પણ સાચું લખવાની હિમત મળે

    જવાબ આપોકાઢી નાખો