રવિવાર, 29 જુલાઈ, 2012

વૈભવ કિરણોનો....


ગઈ કાલે તો તરુવર પર્ણ ને ફુલે કિરણો નો વૈભવ હતો 
આજ અહીં ઉગેલી ઇમારતો ની વચ્ચે સુર્ય લથડાતો હતો
કાલે તો પંખીના ટહુકા હવાના હિંડોળે ઝુલે ઝુલતા હતા
આજ મિલોની ચીમનીઓ ની ચીસોમાં અટવાતા હતા
કાલ ફુલોના સાગરે પરીઓની પરિમલ કાયા તરતી
અહીં આ નાગુ પુગું થાક્યું પાક્યું નગર ડુબ્યું કે બુડતું
આજ-કાલ ની પેલે પાર ફરી વૈભવ કિરણોનો છલકાશે??
-રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. વૈભવ નાં આ નગર માં હું કુદરત ને શોધતો રહ્યો,
    કુદરતે બનાવેલા બેનમુન શિલ્પો ને માનવે બનાવેલા શિલ્પો માં શોધતો રહ્યો,
    ભુલી ગયો હું એ શોધતા શોધતા કે માનવ જ બેનમુન શિલ્પ છે આ કુદરત નું,
    આ છાકમછોળ દુનિયામાં ખોવાઈ ને ઈશ્વર ને શોધતો રહ્યો.

    સંજય જોષી (અંજાન)

    જવાબ આપોકાઢી નાખો