શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

તારા સત્કારમાં….!!!!

ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું… તારા સત્કારમાં

ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં

રૂમઝુમ રેલાયો નટખટ અંધકારતારા સત્કારમાં
મનનો મોરલો ગાયે મધરાતે મલ્હાર… તારા સત્કારમાં

તમરાં તો બોલે તરુવરપુંજમાંતારા સત્કારમાં
આભ વીંટળાયું અવની ના અંગે… તારા સત્કારમાં

નીતરે છે શ્રાવણ હું પીગળી રહી… તારા સત્કારમાં
સ્વપ્નનું ઝરણું ને તરણું ઉમંગનુંતારા સત્કારમાં

ગઢને હોંકારો દે કાંગરાય… તારા સત્કારમાં
તસ્વીરમાં પણ ઉભી રહી… તારા સત્કારમાં

શબ્દની બેડીમાં જકડાયા છીએ… તારા સત્કારમાં
લોહીના અંગત ઉભા ખુણા… તારા સત્કારમાં

ફિલીંગ્સનો પાડવો છે ફોટો… તારા સત્કારમાં
લેવો ઓટોગ્રાફ દરિયાનો મારેતારા સત્કારમાં

મધરાતે રડતી ટહુકી કોયલડી… તારા સત્કારમાં
છલકાઈ જાય કાવ્યધારા પાણી જેમ… તારા સત્કારમાં

ઝીલવાને મોજાં સ્મ્રુતિ-ગાગરે… તારા સત્કારમાં
ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારા સત્કારમાં
-રેખા શુક્લ(શિકાગો) Happy Anniversary નિમિત્તે ભેંટ..!

1 ટિપ્પણી:

  1. બારી ખોલી નાખીને બંધ બારણે જીવવું મને ગમે છે.
    અસ્તિત્વની આસપાસ રચાઇ જાય છે એક નીરવ સરોવર.
    કમળ આપમેળે ખૂલતાં જાય છે અને ભ્રમર પણ
    ગુંજનને હોઠ પર અટકાવી રાખીને મારા એકાંતની ઇજ્જત કરે છે.

    જવાબ આપોકાઢી નાખો