બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....

સળગતો રહે શશિ તારા સંભારણામાં
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં
શબ્દોના ઝરણામાં વહેતા ફરે વિચારો
શિવાલયને અર્પણ સંવેદનાના સમીકરણો..શબ્દોને પાલવડે 
શબ્દોના ઘર વચ્ચે શિક્ષણનું સરોવર
સરનામું પ્રેમનું ભોળપણ ના સથવારે ..શબ્દોને પાલવડે 
"ઘા"ની સીડી પરથી હ્રદય ઉતર્યું કાગળે
શબ્દ-સ્પર્શે ક્યારે કરશું સર્જન સહિયારે..શબ્દોને પાલવડે 
વિવિધ રંગો ચેતનાના રૂદિયાની ડાયરીમાં
વિવેકપંથે દોડતા રહ્યા વિશ્વના વિચારોમાં..શબ્દોને પાલવડે 
વિચારોની યાત્રામાં વલોણું વાત્સલ્યનું
રાધાની વેદનાએ લાગ્યું તેવૂં લખ્યું..શબ્દોને પાલવડે 
મારી સંવેદનાની નોંધપોથીમાં ખીલે કમળો
બંસી બને મોરપીંછ ને ચિતરે મેઘધનુષો..શબ્દોને પાલવડે 
માતૃત્વની કેડીમાં ધડકનના દ્રષ્ટિકોણો
દસ્તક દિલના દરવાજે ગુંજે કાવ્યો..શબ્દોને પાલવડે 
ક્ષિતિજ સળગે કાવ્યસુરે કસુંબલ રંગે રંગાઈ
આત્મકથન આરાધન આશુતોષ સંગ સગાઈ..શબ્દોને પાલવડે 
તું રોજ સતાવે દઈદે મુજને દીર્ઘાયુષના આશિષ
અખંડ સૌભાગ્યવતી રહો કહીને મીઠી કરે સાજીશ..શબ્દોને પાલવડે 
ટેરવું ન્હાય કંકાવટીમાં ને લાગણીનો સંગમ થાય
અરસપરસ બસ પુછતા ફરે કાંટા ફરે સમય જાય..શબ્દોને પાલવડે 
 -રેખા શુક્લ(શિકાગો)

1 ટિપ્પણી:

  1. વાહ રેખાબેન સરસ ગીત બન્યું છે ઘણાં નવાં શબ્દો પણ મળ્યા..લખતા રહેશો...

    જવાબ આપોકાઢી નાખો