શનિવાર, 1 ઑક્ટોબર, 2011

ફરિ...યાદ ની ફરિયાદ...!!

પરિમલ બાગની મ્હેંક રહી શ્વાસમાં અમારી,
             ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી;
છુપાતી લપાતી રહી યાદ દિલમાં અમારી,
            કાયાના કટકા કરો ભળી લોહીમાં યાદ તમારી;
યાદ કરીને વિચારી લે તો ફરિયાદ નથી અમારી,
          સુની જીન્દગી અકારી બને તમારી;
પવિત્ર બંધને બંધાયેલી છુટશે આત્મા અમારી,
         ભુલીને પણ આવીયે યાદ ફરિયાદ રહી તમારી;
ખરેલી પાંદડીઓમાં પણ છબી જુવો અમારી,
        ફરિયાદ સામે આજ ફરિ...યાદ રહી તમારી;
         રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. જરૂરત આંખોકી, યાંદે નજરોંકી,
    શિકાયત કરે હોઠ,શિકવા કરે દિલ
    ---રેખા શુક્લ ૦૪/૧૬/૧૩

    જવાબ આપોકાઢી નાખો