બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015

ગ્રીષ્મ નું ગીત



ચાલ જઈએ હવે ગ્રીષ્મ નું ગીત લઈને
થંડી ને તગેડી ને હૂંફાળા ગીત થઈને 
---રેખા શુક્લ
જિંદગી છોડ દેતે હૈ જિસ્કે લિયે હસતે હસતે
વો કેહતે હૈ નિંદ ન કર બરબાદ હસતે હસતે
---અનુરાધા રાજપૂત

હાથ ખુલ્લા હોય તોપણ કોઈ ના પામી શકે! 
છે ખરેખર બંધ મુઠ્ઠીની કરામત જિંદગી,
લાભ લે ઈન્સાન એનો, છે ખુદાઈ હાથમાં! 
ચાર દી' તો ચાર દી', પણ છે હકૂમત જિંદગી.
-શૂન્ય પાલનપુરી

कोई खुदा




चीखें भी यहाँ गौर से सुनता नहीं कोई;
चराग लेके रोशनी को ढूंढता नहीं कोई;
सफर मे राहदार छोड साथ चलता नहीं कोई
अय मेरे खुदा इतना तो इन्तहा लेता नहीं कोई
---रेखा शुक्ला

ओढा दो कफन अब


गुंज रही हु तेरे दिल मे मै सजधज के
थामलो मुजे जिगर मोहे राझ बना के
मेरा नसीब हैं केहने को तो करीब के
दफनादो यादो को चिता मे जला के 
-----रेखा शुक्ला

સોમવાર, 26 જાન્યુઆરી, 2015

TIA Stroke


રોકાય નહીં તો શ્ટ્રોક થઈ ને ડોકટર ની ભાષા માં ભેળવી દેવાય...તમારું ધ્યાન રાખો કહી ને સલાહ સૂચન દઈ દેવાય..રોજ રોજ લોહી ઓછું થાય ...નસો તૂટે કે ખેંચાય તો તે ક્યાં દેખાય ?માત્ર અનુભવાય જ...કેહવાય ઘણું ઘણું તેને પ્રેમ કેહવાય બાકી ફરજ ને કરજ તો એક પક્ષે જ ગણાય. ફૂલ થઈ ને ભલે જન્મો પણ પથ્થર થઈ ને જીવતા શીખો તેને ડીપ્લોમેટીક કેહવાય ?
આંગળીથી પીલ બોક્સ માંથી પીલ્સ પણ ના નીકળે  તેને ઘડપણ કેહવાય....રોજ રોજ નર્સ આવી ને લોહી લઈ જાય કારણ કે શબને જીવાડવાના છે કે બીલ ના ચાર્જ વધારાય ? 
સગા આપે શૉક તો તેને મીની સ્ટ્રોક ના કેહવાય ? બંધન થઈ ને વળગે વ્હાલ તો તેને શું કેહવાય ? વિચારે ચડેલી રેવતી ને દિકરે એ જાણે અચાનક જગાડી "શું વિચારો છો મમ્મી?" "નાના જ રહો બેટા" કહી ને રેવતી પડખું ફરી ગઈ ! "સૂપ ને સલાડ ખાઈશું ને ચાલો હમણાં ડોકટર આવશે તપાસવા મમ્મી થોડી વાર આ લોબી માં તો આંટો મારી આવીએ ..."
બોક્સ માં જીવો તેને ઘર નું નામ દેવાય...બહાર ના બોક્સ ને વર્ક પ્લેસ-શોપિંગ સેંટર-મૂવી થીયેટર કેહવાય ...બિમાર નુ બોક્સ તેને હોસ્પીટલ કેહવાય...છેલ્લા બોક્સ ને કોફીન કેહવાય !
હવે બોક્સ માં ગૂંગળામણ અનુભવાય છે...ફરી એજ વિચારો ...સામે ઉભી કરતી છોકરી ને જોતા "થેંક્યુ" કહી ચૂપચાપ સૂપ-સલાડ પતાવે છે...કારણ કોઈ ને જણાવાનું નથી શું શું થાય છે.
બાજુમાં થી ગોકળગાય જેવું કઈક ઉડ્યું...ચળક્યું તે લાઈટનીંગ બગ હશે...ઓહ આ બરફ ક્યારે પડ્યો ને કેટલા દિવસ થયા હશે મને અહીં આવ્યા ને? કાં તો બધું સરખું કરી દે ભગવાન કાં તો મારી જાત ને પણ ભૂલાવી દે. 
---રેખા શુક્લ

રવિવાર, 25 જાન્યુઆરી, 2015

नैना


नशीला जाम मुफ्त, नैना हाये पिया रे
अधरो ने कुछ ना कहा...नैना रो दिया रे
प्रित के रंगमे रंगी बसंत रोता बर्फ पिया रे
लूट गये तेरे संग चोरी दिल क्युं किया रे
जले जले जान और, जले मोरा जिया रे
फर फर उडी बरफ की चूनर मुजपे पिया रे
-----रेखा शुक्ला

વિજુ




વિજુ ની વાતો વિજુ નો રંગ જો ચઢે એક વાર તો કોઇ ને પણ ના જોઈએ બીજી નાર જીવનભર...એકાગ્રતા ને ધૈર્ય તો બસ એનામાં જ...ચારિત્ર્ય એવું કે લોકોમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જાગે.ચાર વર્ષની ઉંમરે મા વિનાની તે બાર વર્ષે પોતાના જ ભાઈભાંડુની ક્યારે મા બની ગઈ તેને પણ યાદ નથી...એક વાર બોલાઈ ગયું જીન્દગીમાં ખૂબ કામ કર્યુ..ને આંખો નમી ગયેલી, ક્યાંક આંસુ કોઈક જોઈ જશે તો...સદાય હસતો ચેહરો, લગ્ન જીવનના પંદર વર્ષે પેહલી વાર પિતાના ઘરે સફેદ સાડલામાં ધ્રુજતા પગે ડગ માંડ્યા ને પિતાનું હૈયું હામ હણાઈ ગયા..મારી વિજુ તુ કોઈ ચિંતા ના કરીશ હું છું ને...બધા ભાંડુઓએ કાંક માં તેડેલા ને ઉંચકી લીધો...મોટી કઈ બોલે તે પેહલા કોણ ક્યાં લઈ ગયું યાદ નથી...ઓસરીમાં છાનુ 
રૂદન ચોતરફ ને પછી સન્નાટો. સામે રેહતી શુશીલ ની પત્ની સ્કર્ટ પેહરે, ફ્રોક પેહરે કોઈ એને ના રોકે ટોકે. નામની લાગતી છોકરી બારીમાં બેઠી હોય ને ફરફર એની લટો ઉડતી જતા બુઢ્ઢાઓ પણ નજર તાંકતા જાય...ને હિંડોળે હિંચકે તો જુવાનીયા સિટી પણ માર્યા વગર ના રહી શકે..શુશીલ કંઇ ના બોલે તેની આંખો શરમાઈ જાય...હા રેવા ફોઈ આવ્યા ત્યારે બંનેની ધૂળ કાઢી નાંખેલી બંધ દરવાજે...ત્યારથી તે સીધી દોર થઈ ગયેલી. વિજુની કામ કરવાની આવડત ને કારણે કામ તો રમતામાં આટોપાઈ જતું. ઉપરથી સીવણકામ ને ટ્યુશન ચાલુ જ હતા...હાથ લંબાવા જ ના પડે. બાપુજીની છત સારી પણ કાયમ માટે નહીં...મહિનાભરમાં તો બાજુ માં નાનુ રહેઠાણ મળી ગયું...ને પગ ભર થાતા જ મોટી સાથે સાથે નાનકાં ની પણ મદદ મળી જતી..શ્રધ્ધાળુ મંદિરના પગથિયે ચડતાં જ વિજુ માટે પ્રાર્થના કરતા મનોમન. આવી ચાંદ જેવી રૂડી રૂપાળી સાથે પ્રભુ અન્યાય કર્યો છે હવે તો કંઈક કર. પૄથ્વી પર પાપ વધ્યાં પૂન્ય ગયા જ્યાં ભાગી પરોપકાર કરે તોય જીવ પીડાય ને પ્રભુતો આંખ મીંચી ને બેઠા જઈ મંદિરે..કળયુગ માં બધુજ શક્ય છે. છોકરો તોફાની હતો ભણવા માટે ઠપકો સહન કરી ન્હોતો શક્યો તો શિક્ષક ને પાટી મારી ને આવેલો. વિજુ બંધ બારણે ચૂપ હતી કારણ બહાર નીકળશે તો કોઈ કઈ કહેશે. રોજ ની ફરિયાદો સહન ન્હોતી થાતી આ ક્યારે સમજશે? દિકરાને લઈ ને રેવાફોઈ ગયા. હવે આ દૂબળી થતી જ્તી દિકરી ને વિજુ જોડે રોજ રાત દિ ભેગા કરતી. કેહવાય છે દુઃખ નું ઓસડ દહાડા...ક્યારે ચૌદ વર્ષ પત્યા ને સફેદ વાળ આવ્યા ને આંખે આવ્યા ચશ્મા...ફટ રે મૂંવા અરિસા તુ ચૂપ રે કેહતા વિજુ દિકરીને પંપાળતા ઓરડામાંથી નીકળ્યા..જાણે કંઈજ ન બન્યું હોય તેમ… પણ દિકરી તાંકતી રહી..એક મિનિટ, અનિમેષ ચેહરે. સોનલ હવે એક બેંક માં કામ કરતી પૈસા ભેગા કરતી ને વિજુબા ને ઘરકામ માં મદદ કરતી. બેંક ના મેનેજર ને તે ગમતી એક દિવસ ઘરે આવી ને માંગુ નાંખ્યુ..બધાની મરજીએ શાંતિથી વિધીસર વેવિશાળ ને પછી લીલા તોરણે લગ્ન લેવાણું. બધુ ભૂલાઈ જ ગયેલું પણ વિજુથી આજ છાનું ના રેહવાણું. ભારે હૈયે વિદાય દેવાઈ...ભાઈએ ઘરની જવાબદારી લઈ લીધી. દિવસો પખવાડિયામાં ને મહિના વર્ષોમાં વિત્યાં. સોનલ ના ઘરે પારણું બંધાણું. વિજુ રાજીના રેડ...રમાડવા ના કોડ કોને ના હોય...નાનુ નાનુ ગોળમટોળ ગલગોટુ જ જોઈલો ..ખોળામાં રમતા શશિએ જોયુ...તાકી ને કેહતો હતો જો હું પાછો આવ્યો છું વિજુ !! કોપી ટુ કોપી ....વાહ રે કિસ્મત...સેવા કરાવાના મોકા દે, જેવી મરજી પ્રભુ ની. દિકરાના ભાગ્યમાં પણ રૂપાળી નિલમ હતી. બંનેના નસીબે પગાર વધારો થયો હતો તો ધામધૂમ થી નવદંપતી લગ્નગ્રંથિએ જોડાયા. બધા આજુબાજુ જ હતા પણ વિજુ હજુ ય એકલા ઝ્ઝુમે..આવ્યા છીએ એક્લા ને એક્લા જ જાવાના...આ કાળ ના કોઈ ના ભરોસા...હવે ઘરડી આંખો, ઘ્રુજતા પગમા શક્તિ નથી...પ્રભુ હવે દુઃખના દિ ના બતાવીશ નહીં સહન થાય...! રોજ નદી કિનારે આવેલી શંકર ભગવાન ની દેરી એ પ્રાર્થના કરે કરગરી ને. અંતરના આશિષ બાળકો માટે..સર્વસ્વ આપ્યા પછી આખરી દિવસોમાં પણ હાથ પગ હોય...બસ કોઈ ની પાસે પ્યાલો પાણી પણ ના માંગવો પડે !! શશિ ને દાદીમા બહુ ગમે..આંગળી પકડી મંદિરે જાય, લાઈબ્રેરીમાં જાય, સ્કુલે હસ્તા હસ્તા જાય. દાદી આ ફૂલો આટલા સરસ પણ ભગવાને કાંટા કેમ બનાવ્યા? દાદી કાગડો ને કોયલ બંને કેમ હોય કાળા? દાદી મોરના ઇંડા કેમ ચિતરેલા હોય? બંનેનો વાર્તાલાપ કદી ના પતે...શંખલા વિણતા વિણતા ભીના પગને નમન કરતો શશિ પરાણે વ્હાલો લાગે. વહુ ને દિકરી સાથે ભેગા થઈ ને વિજુએ ગાલીચો બનાવ્યો. સૂતરના દોરા મંગાવી જુદા જુદા રંગમાં રંગ્યા ને ખાટલે બાંધી ને ગૂંથ્યા...મખમલી લાગતો ગાલીચો પ્રથમ ઇનામ લઈ આવ્યો. એમની ભજનમંડળીમાં રંગ માધવનો હતો કે સૌ કોઈ ને મજા આવતી. એક દિવસ નાના અમથા તાવમાં ખાટલો પકડાયો. વરસાદ પછી પડેલા ખાડામાં ખબર નહીં અનાયાસે પગ પડેલો ને વિજુ ને તાવ ચડેલો.પેનેસેલિન નું ઇંજેક્શન મારેલું પણ ખરું ને આંખો ચડી ગઈ...હે ભગવાન આ તે ડોક્ટર છે કે ઘોડા ડોક્ટર !! એલર્જિક રિએક્શન હતું .એની પણ દવા હતી. ચાર દિવસ ની સતત બિમારીમાં વિજુ લેવાઈ ગયા. આંખોમાં ખાડા, ભૂખરાં પડી ગયેલા વાળ, જીર્ણ સુક્ષ્મ આંખો જાણે કરગરી રહી હતી કે હવે મને જાવા દો, ઉપરવાળાનું તેડુ આવ્યું છે. પાંચ દિ પેહલા રેવા આવેલી કેટલું રડતી હતી...તેણે તેના દિકરા ને માદળિયું પેહરાવેલું કેમ કે તેને નહોતું જોઈતું કે નાતજાત  વગર ની ભલે સંસ્કારી હોય પણ એવી વહુ ઘરે આવે ને પેલી છોકરીએ આપઘાત કરી લીધો હતો...ઓ મા આવું કરાતું હશે..મન્નત માનીને દિકરાદિકરી માંગી ને તેની જ જિંદગી માં તને ના ગમે તો આવું કરાય? હે રામ !! આ તારા છોકરાને લઈ ને ચાલી જા નહીંતર પોલીસ ને જેલ ના ચક્કર ખાવામાં તારા છોકરો આમ-નામ મરી જશે...આવા નાની સમજના મોટા વડીલો મા-બાપ કઈ રીતે થઈ ગયા હશે ભગવાન જાણે? પણ ત્યાં તો શશિ આવી ને પૂછતો હતો કે દાદી પપ્પા-મમ્મા એ એના લગ્ન માં ન્હોતો બોલાવેલો ને તો આજે મમ્મા-પપ્પા ની કીટ્ટા....!! ને તે વાક્યે તેને હસવુ હતુ પણ વિજુ છુપાઈ ને ખાલી ખાલી સંતાકૂકડી રમવા નો ઢોંગ કરવા લાગી...શિશુ ને સમજાવી શકાય, શશિ ને રમાડી લેવાય છે જિંદગી જીવી લેવાય છે...ને આજે આ પાંપણો ખુલ્લી રેહતી નથી...આંખો બિડાઇ જાય છે..દૂર અજવાળું દેખાય છે એક સપનું "જીવન" તણું... વિસરાય છે....ડોકટર રિવાઈવ કરવાની કરે કોશિશ તેમ શશિ વિજુ પર પછડાય છે...દાદી દાદી મારી તો  કીટ્ટા છે ના જા ને પ્લીઝ !! જાગી ને જોયું ધબકાર ફન્ટીયર ટ્રેન ની જેમ ભાગે છે ને વળગી ને સૂતેલો શશિ ભર ઉંઘમાં છે...હાશ્ !!!! એક ફૂલ ના પથ્થર બને તે પેહલા પ્રભુ ધ્યાન રાખજે...જીવી ગઈ છું મરી મરી ને રોજ તે યાદ રાખજે. કંડાર્યો તને પૂજ્યો તને તું ભૂલો અમારી માફ કરજે ! આરતી નો નાદ મંદિર માંથી સંભળાતો હતો. ચલ શશિ ભગવાનનો પ્રસાદ લેવા ઉઠ...શશિ હરખાય છે. વિજુ વિચારે છે સપનું જીવી કે જાગી છું હમણાં ??
----રેખા શુક્લ (.શિકાગો)

તુ ઉગ્યો અંગ અંગ


ફૂટે એક સવાલ જવાબમાં ત્યાં તું ઉગ્યો
નાન્કો છોડ સમજી ઝાલ્યો ને તું ઉગ્યો 
કિરણ કિરણ ઝળહળ્યો સૂર્ય સંગ ઉગ્યો
સ્મરણ નો લૂછું કાચ બિલોરી રંગ ઉગ્યો
બંધ થવાના શ્વાસ જ્યાં તો સ્નેહ ઉગ્યો
હોલે હોલે એહસાસ માં અત્તરી તુ ઉગ્યો
-----રેખા શુક્લ

પળ ને વળે કળ તો ચાલ ને સંગ સંગ
છળ નું ના કર બળ ઘીરે ધીરે રંગ રંગ
ઉરના આશિષના ફળ મ્હેંક અંગ અંગ
મૂલ્ય તું  મારું નામ અંજળ દંગ દંગ
સિંદરી ના બળે વળ થઈ ને તંગ તંગ
સળ ના પડે પોત જિર્ણ આંસુનો બેરંગ

-----રેખા શુક્લ