રવિવાર, 25 જાન્યુઆરી, 2015

તુ ઉગ્યો અંગ અંગ


ફૂટે એક સવાલ જવાબમાં ત્યાં તું ઉગ્યો
નાન્કો છોડ સમજી ઝાલ્યો ને તું ઉગ્યો 
કિરણ કિરણ ઝળહળ્યો સૂર્ય સંગ ઉગ્યો
સ્મરણ નો લૂછું કાચ બિલોરી રંગ ઉગ્યો
બંધ થવાના શ્વાસ જ્યાં તો સ્નેહ ઉગ્યો
હોલે હોલે એહસાસ માં અત્તરી તુ ઉગ્યો
-----રેખા શુક્લ

પળ ને વળે કળ તો ચાલ ને સંગ સંગ
છળ નું ના કર બળ ઘીરે ધીરે રંગ રંગ
ઉરના આશિષના ફળ મ્હેંક અંગ અંગ
મૂલ્ય તું  મારું નામ અંજળ દંગ દંગ
સિંદરી ના બળે વળ થઈ ને તંગ તંગ
સળ ના પડે પોત જિર્ણ આંસુનો બેરંગ

-----રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો