ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

રફુ

શબ્દથી ખોતર્યા કરે હવે અર્થથી રફુ કરે
દઝાડી બર્ફીલા અર્થે શબ્દની ઉશ્મા ભરે
***************************
પાનખરે પાળેલી કુંપણ ફુંટી રૂડી 
પનિહારી સખી યાદ રોપે રૂડી !!
---રેખા શુક્લ
******************************
વ્યક્તિગત અંગત ડામ દે કેમ બોલતા નથી કહે
બોલો ત્યારે ચુપ કરે શું હવે બોલતા નથી કહે !!
*****************************
જ્યા જોઉ ત્યાં આગ છે જ્યા જ્યા બાગ છે !!
---રેખા શુક્લ

બુંદબુંદ

પાણીમાં જીવ્યા ને ગંગાજળ મૄત્યુકાળે
કુવે મટકી ફુંવારે બાલ્ટી તરસે બુંદબુંદ
સુકાઈ ગઈ ધરા, સુકાયું ગાયુ નું ધણ
છાનું છાનું રડતું જોયું કોઈ બુંદબુંદ
સશક્ત પરિશ્રમી મન ભળે કણકણ
ના સમજ ભાંગેલુ ડગલું ડગલું બુંદબુંદ
----રેખા શુક્લ

અક્ષર મળ્યા કરે

અક્ષર મળ્યા કરે મિત્ર થઈ ...ભળ્યા કરે શબ્દ પગલા થઈ...ભમ્યા કરે ગમ્યા કરે આવી આવી વળગ્યા 
કરે...શબ્દ પ્રેમ શબ્દથઈ ચારેકોર ફર્યા કરે છળ્યા કરે..ત્રણ અક્ષર 
ગમતા મળે માણસ જીવે......અક્ષર તરે અક્ષર સરે...અક્ષર જન્મે અક્ષર મરે ...અક્ષર 
ફરે પરકમ્મા કરી...કવચ ખરે અક્ષર ખરે...અક્ષર 
સંગીત કર્ણપ્રિય...અક્ષર મૌન ચાર ટપક્યાં કે ચોધાર થઈ...બસ 
અક્ષર રડે દુઃખી થઈ...વ્યક્તિ ગઈ...વસ્તુ ગઈ...નિંદ્રા ગઈ..નિંદ્રા 
થઈ...ભાનુ થઈ અક્ષર ઉગે...અક્ષર ઇશ્વર.. લોહી શ્વાસ ...માં ....
અક્ષર મહામૄત્યુંજય...!!
----------રેખા શુક્લ

બુધવાર, 7 ઑગસ્ટ, 2013

દ્વારપાલ

એક અજાણ્યું સ્મિત કહે આવીને વાત કર ને
મધુર જાણીતું મંદિર કહે આવ દર્શન કર ને
ગેટ પગથિયું દ્વારપાલ બોલતો નમન કર ને
વાવ પગથિયું ડરાવે કહે પથ્થર ચઢી લે ને
કુંડ ગોખલે વિષ્ણુ મુર્તિ દિપ જલે વંદી લે ને
----રેખા શુક્લ 


બેશરમ

મેઘબિંદુ થઈ છળ્યો રે લોલ
બાગમાં ટહુકો ભળ્યો રે લોલ
પધારી વાસંતી મળ્યો રે લોલ
આંગણું ભીંજી વળ્ગ્યો રે લોલ
બેશરમ પાછો વળ્યો રે લોલ
ખોબલી વાંછટે છળ્યો રે લોલ
છણકો વ્હાલમ ગળ્યો રે લોલ
વાણીના રૂદિયે મળ્યો રે લોલ
---રેખા શુક્લ

જાગી નીંદર

ભાગી ભાગી વાદળની રેલગાડી કાવ્યો લઈ ભાગી 
હૈયાની હેલીઓ તોડી ગાજ્યો ખુબ ને જઈ વૈરાગી

વરસતાં વરસી પેલી તરસ્યા સ્મરણો લઈ માંગી
સુરમયી સંવેદનાથી ભીંજી પર્વત ને જઈ વળગી

નંદવાઈ મટકી રે છનનન ઝાંઝર ભીની સળગી
મંડાણી મીટ પાગલ જાગી નીંદર રાણી વર્ણાગી
---રેખા શુક્લ

મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

ખજાનો મળી ગયો..!

કોતરીયાળો થાંભલો-ફળિયા વાળું એક રૂમ નું મકાન-અગાશી ઉપર ની બારીએ ઉભેલ પારેવડી-રોપ પર ચાલતી નાર-ત્રણ દરવાજા- માછલીધર-પાંજરે પોપટ-પ્રાણી સંગ્રહાલય-રકાબીમાંચુસકી ભરી પિવાતી ચાય.,મદારી ના ઇશારે દાંત કાઢી નાચતો વાંદર-સારંગી વગાડતી છોરી-ખુલ્લી ખીડકી-ઉંચી મેડી-દીવો કરેલો ગોખલો,હાથેથી ઓરી દરણું દળતી કડલાચુડી પરસેવે 
રેબઝેબ કસાયેલી નાર,ફુગ્ગાને ફિરકીવાળો...મારંમાર ભગાવતો -
રીક્ષાવાળો વચ્ચે ઉભો ટ્રાફિક દોરતો પોલિસ-ના સાંભળતી ગાય-બેં બેં કરતી બકરી ગોતતું લવારૂં..ગુલમહોર ના ફુલ,જાસુદ,ટગરની કળી ને સુગંધી ચંપો..એક બાજુ ગાંઠીયા જલેબી નો ઘાણ કાઢતો કંદોઈ બીજી બાજુ ગરમાગરમ મકાઈ શેકતી કોઈની દીકરી-કાંગરીયાળું બારણું..નાનકડું બુઝારૂં-મટકી નું પાણિયારૂં-
નાણ વગાડતો નાણભટ્ટ-ડાયરો ને ભવાઈ સંગ કઠપુતલિ નો ડાન્સ-શિવમંદિરે..આરસનો પોઠિયો...જુનું કાષ્ટ નું આંગળિયા ને નકુચા વાળું બારણું-રેકડી નીચે સુતેલું પાતળિયું કૂતરું-પાન નો ગલ્લો-દૂર બેબસ બાપ ના ખોળે દિકરો-ચંપલ વગર કાંખમાં લઈ બાળક ભીખ માંગતી સ્ત્રી-મંદિરનો ઓટલો-પુજારી- ગામ વચ્ચે ચબુતરો-ચારેકોર પારેવડાં-બંગડીની દુકાનમાં-ખજાનો મળી ગયો..!
---રેખા શુક્લ