મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

ખજાનો મળી ગયો..!

કોતરીયાળો થાંભલો-ફળિયા વાળું એક રૂમ નું મકાન-અગાશી ઉપર ની બારીએ ઉભેલ પારેવડી-રોપ પર ચાલતી નાર-ત્રણ દરવાજા- માછલીધર-પાંજરે પોપટ-પ્રાણી સંગ્રહાલય-રકાબીમાંચુસકી ભરી પિવાતી ચાય.,મદારી ના ઇશારે દાંત કાઢી નાચતો વાંદર-સારંગી વગાડતી છોરી-ખુલ્લી ખીડકી-ઉંચી મેડી-દીવો કરેલો ગોખલો,હાથેથી ઓરી દરણું દળતી કડલાચુડી પરસેવે 
રેબઝેબ કસાયેલી નાર,ફુગ્ગાને ફિરકીવાળો...મારંમાર ભગાવતો -
રીક્ષાવાળો વચ્ચે ઉભો ટ્રાફિક દોરતો પોલિસ-ના સાંભળતી ગાય-બેં બેં કરતી બકરી ગોતતું લવારૂં..ગુલમહોર ના ફુલ,જાસુદ,ટગરની કળી ને સુગંધી ચંપો..એક બાજુ ગાંઠીયા જલેબી નો ઘાણ કાઢતો કંદોઈ બીજી બાજુ ગરમાગરમ મકાઈ શેકતી કોઈની દીકરી-કાંગરીયાળું બારણું..નાનકડું બુઝારૂં-મટકી નું પાણિયારૂં-
નાણ વગાડતો નાણભટ્ટ-ડાયરો ને ભવાઈ સંગ કઠપુતલિ નો ડાન્સ-શિવમંદિરે..આરસનો પોઠિયો...જુનું કાષ્ટ નું આંગળિયા ને નકુચા વાળું બારણું-રેકડી નીચે સુતેલું પાતળિયું કૂતરું-પાન નો ગલ્લો-દૂર બેબસ બાપ ના ખોળે દિકરો-ચંપલ વગર કાંખમાં લઈ બાળક ભીખ માંગતી સ્ત્રી-મંદિરનો ઓટલો-પુજારી- ગામ વચ્ચે ચબુતરો-ચારેકોર પારેવડાં-બંગડીની દુકાનમાં-ખજાનો મળી ગયો..!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો