બુધવાર, 7 ઑગસ્ટ, 2013

દ્વારપાલ

એક અજાણ્યું સ્મિત કહે આવીને વાત કર ને
મધુર જાણીતું મંદિર કહે આવ દર્શન કર ને
ગેટ પગથિયું દ્વારપાલ બોલતો નમન કર ને
વાવ પગથિયું ડરાવે કહે પથ્થર ચઢી લે ને
કુંડ ગોખલે વિષ્ણુ મુર્તિ દિપ જલે વંદી લે ને
----રેખા શુક્લ 


બેશરમ

મેઘબિંદુ થઈ છળ્યો રે લોલ
બાગમાં ટહુકો ભળ્યો રે લોલ
પધારી વાસંતી મળ્યો રે લોલ
આંગણું ભીંજી વળ્ગ્યો રે લોલ
બેશરમ પાછો વળ્યો રે લોલ
ખોબલી વાંછટે છળ્યો રે લોલ
છણકો વ્હાલમ ગળ્યો રે લોલ
વાણીના રૂદિયે મળ્યો રે લોલ
---રેખા શુક્લ

જાગી નીંદર

ભાગી ભાગી વાદળની રેલગાડી કાવ્યો લઈ ભાગી 
હૈયાની હેલીઓ તોડી ગાજ્યો ખુબ ને જઈ વૈરાગી

વરસતાં વરસી પેલી તરસ્યા સ્મરણો લઈ માંગી
સુરમયી સંવેદનાથી ભીંજી પર્વત ને જઈ વળગી

નંદવાઈ મટકી રે છનનન ઝાંઝર ભીની સળગી
મંડાણી મીટ પાગલ જાગી નીંદર રાણી વર્ણાગી
---રેખા શુક્લ

મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

ખજાનો મળી ગયો..!

કોતરીયાળો થાંભલો-ફળિયા વાળું એક રૂમ નું મકાન-અગાશી ઉપર ની બારીએ ઉભેલ પારેવડી-રોપ પર ચાલતી નાર-ત્રણ દરવાજા- માછલીધર-પાંજરે પોપટ-પ્રાણી સંગ્રહાલય-રકાબીમાંચુસકી ભરી પિવાતી ચાય.,મદારી ના ઇશારે દાંત કાઢી નાચતો વાંદર-સારંગી વગાડતી છોરી-ખુલ્લી ખીડકી-ઉંચી મેડી-દીવો કરેલો ગોખલો,હાથેથી ઓરી દરણું દળતી કડલાચુડી પરસેવે 
રેબઝેબ કસાયેલી નાર,ફુગ્ગાને ફિરકીવાળો...મારંમાર ભગાવતો -
રીક્ષાવાળો વચ્ચે ઉભો ટ્રાફિક દોરતો પોલિસ-ના સાંભળતી ગાય-બેં બેં કરતી બકરી ગોતતું લવારૂં..ગુલમહોર ના ફુલ,જાસુદ,ટગરની કળી ને સુગંધી ચંપો..એક બાજુ ગાંઠીયા જલેબી નો ઘાણ કાઢતો કંદોઈ બીજી બાજુ ગરમાગરમ મકાઈ શેકતી કોઈની દીકરી-કાંગરીયાળું બારણું..નાનકડું બુઝારૂં-મટકી નું પાણિયારૂં-
નાણ વગાડતો નાણભટ્ટ-ડાયરો ને ભવાઈ સંગ કઠપુતલિ નો ડાન્સ-શિવમંદિરે..આરસનો પોઠિયો...જુનું કાષ્ટ નું આંગળિયા ને નકુચા વાળું બારણું-રેકડી નીચે સુતેલું પાતળિયું કૂતરું-પાન નો ગલ્લો-દૂર બેબસ બાપ ના ખોળે દિકરો-ચંપલ વગર કાંખમાં લઈ બાળક ભીખ માંગતી સ્ત્રી-મંદિરનો ઓટલો-પુજારી- ગામ વચ્ચે ચબુતરો-ચારેકોર પારેવડાં-બંગડીની દુકાનમાં-ખજાનો મળી ગયો..!
---રેખા શુક્લ

સમાઈ જા ધરાઉ હું.....!!!!

તું કૄષ્ણ મારો થઈ મુજને કેમ સતાવે તું
જલાવી જલાવી જીવાડે રડાવી હસાવે તું

હક તારો તુજ નો મુજ પર કેમ જતાવે તું
ખબર છે રામ તું રહીમ તું કહી બતાવે તું

જળાવી જળાવી ધીરેધીરે અધિર ને મારે તું
છુપાવી ને કારણ કદીક તો પ્રેમ જતાવે તું !

ઇશ્ક તું ઇશ પણ તું શાને એવું સમજાવે તું
માનું કેમ હું તારો મિત્ર કહે છે તું શ્રેષ્ઠ તું !

ઉપર બેઠો ભગવાન તું તોય મુજમાં તું
ભક્તિ તું શક્તિ તું હરતી ફરતી પૂર્તિ તું

મંદ મતિ ની છતી થતી ક્ષતિની ગતિ તું
રૂકી ઝુકી ટુંકાઈ હું હાથ ઝાલ મારો તું !

સવાલ તું જવાબ તું મસ્તીલું સપન તું
સમાઈ જા ધરાઉ હું શોભતું છે કફન તું 
---રેખા શુક્લ 

બ્રહ્માંડ

બ્રહ્માંડ માં હર્યા કરે ફર્યા કરે ફસ્યા કરે
ઝુર્યા કરે ક્રિયા કરે જંતુ થઈ જીવ્યા કરે
હસ્યા કરે તંત કરે પત્તે રહી શમ્યા કરે
વ્હાલ માં કાવ્ય થઈ ભાવમાં ગમ્યા કરે
--રેખા શુક્લ

પથરામાં મ્હેંકાજે

રોજ ચણીને પથરામાં
પધરાવી દે મંદિરમાં
--રેખા શુક્લ

ઝંખના શોભી સેહવાસે
સહેજે લોભી લોકલાજે
મોગરે મોભી રેહવાસે
સુગંધી થોભી મ્હેંકાજે
----રેખા શુક્લ