ગુરુવાર, 15 જાન્યુઆરી, 2015

પ્રેરણાની પરબે...જીવન મંગલ !!


ગુરૂવાર આજે આખર તારીખ હતી ૨૮/૨/૧૩...કેમ છો આશાબેન ..? બસ માર ધબકતા હ્રદયને શ્રી હેમાંગીની બહેને વાચા આપી. દોડો જ દોડો..લખલૂંટ ખજાનો મેળવાને ...કેમ ..? શા માટે..? કોની રાહ જુઓ છો? મારા સહ કાર્યકરોનો લાખ આભાર..મને જીવાડનાર, જીવતદાન આપનાર એજ છોકરી થી શું છુપાવું? તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો ..? તેનો જવાબ કઈ ભાષામાં આપવો મારે..આખરે સત્યની કલમને વાચા મળી...શુક્ર્વાર પ્રાઈવેટ વિવેકાનંદ ઇમેજિંગમાં મેમોગ્રાફી કરાવી, ગ્રીનક્રોસમાં રાત્રે જ ડો.ચૈતન્યભાઈની સલાહ મુજબ બ્લડ ને યુરિન રિપોર્ટ માટે આવી જ ગયા. શનિવારે સિવીલ હોસ્પીટલ માં જ બધા રિપોર્ટ કરાવાની દોડધામમાં હાફ ડે...બાયોપ્સી સોય ની તપાસ..નાની બહેન નીલા સાથે લેબમાં. સોમવારે રિપોર્ટ પોઝિટિવ ફરી સોનોગ્રાફી, મેમોગ્રાફી,બધા ફરી રિપોર્ટ, તેના પૈસાની લાંબી લાઈન. પછી ડોક્ટરની તપાસ અંગે-દવા કે ટ્રીટમેંટમાં બધેજ લાંબી લાંબી લાઈન...બધે જ હાઉસફૂલ ના પાટિયા જાણે !
સખત ધીરજ રાખી મારા સુધી પહોંચતા મારા પતિદેવને ધન્યવાદ..!! મંગળવારે રોજ ની જેમ કરતા અગરબત્તી વડે પ્રભુ ની પ્રાર્થના શાળામાં મારા નાના બાળકો સાથે મારી મૂંગી સંવેદનાને શેર કરતી પ્રકૄતિ પાણી નો બાટલો લાવતી અને દિયા મારા મોઢા સામે જોતી-ટીચર તમને શું થાય છે? આ નાના બાળકોની નિર્દોષ આંખો કદાચ મને જીવાડશે !આજે મને શાળામાં જ સારું લાગ્યું..!
ફરી એક રિપોર્ટ હાડકા નો...બોન સ્કેન ...આજનો સૂરજ ઉગ્યો ને મારી દીકરી મારે દ્વારે, ઓમ બચ્ચુ પણ સાથે જ..એને ભેટી ન ભેટી ને છૂટી પડી...દવાખાને પહોંચાડવાની ચિંતાએ મારા પૂ.શાંતિમામા ગાડી લઈને ઉભા હતાઅ મુજ દ્વારે..કેહવાય છે બે મા- મા એટલે મામા આ કેહવત ને સાર્થક કરતા મારો ભાઈ તુષાર અને મામાની અમીદ્ર્ષ્ટ; કૄપા થી જ હું દવાખાનામાં દાખલ થઈ .રોહિત સવારથી મારા માટે શુ કરવું? આ વ્યથામાં સવારથી ભગવાન પાસે બેસી જાય ...ફરી બ્લડ લીધું..સ્ટાફ નર્સે મારી સાથે થોડી લાગણીઓ શેર કરી. સાંજ પડી ગઈ ; સૂરજ ડૂબી ગયો ને રાત તો થવાની જ હતી ને..પણ..પણ કાલનો સૂરજ ના ઉગે તો...બીક તો લાગે જ ને..પૂ. મમ્મી પપ્પાની યાદ...મારો બહાદૂર દિકરો...ભાણીબા એ આજ દોડાવ્યા છે..શ્રી રોહિત ની વઢ..દિકરા કલરવ ની મીઠી પણ કડવી વાણી..બધું જ સાંભળે રે...હું આશા છું...ફરી આવીશ...જરૂર આવીશ.
આજે ઓપરેશન છે સવારે ૯ઃ૩૦ વાગે, હે ગાયત્રી માં મારી રક્ષા કરજે , અંબા મા મારી વ્હારે થાજો...કેન્સરના રણમેદાને યોધ્ધા બની આજે લડવાનું છે...મારે પણ બેભાન અવસ્થામાં કેહજો પેલા ડૂબતા સૂરજ ને ઉગે કાલે મોડી સવારે...મારી ધમની ઓમાં વહેતા લોહી ને કહેજો જઈને કોઈ..મારો સાથ આપે...! મારી સાથે મારા પ્રાણસમા પતિદેવ શ્રી રોહિત મને વેગળી ના કરતા સતત એનો જીવ મારામાં જ હતો...શું શું લખું ? શું ના લખું ?? આજ સોનલવર્ણૉ સૂરજ ઉગ્યો...વહેલી પ્રભાતે કે 
ઓપરેશન સારી રીતે સફળ થયું હતું. નળ ને દમયંતી ની દંતકથામા મોત સમા યમરાજ ના સકંજામાંથી દમયંતીએ નળરાજાને છોડાવ્યા હતાઆજે શ્રી રોહિતે ઇશ્વર સાક્ષીએ મને યમરાજ પાસેથી બક્ષિસમાં માંગેલ. રાત્રે દવાખાનામાં દીદી સમા મારા બંને જેઠજેઠાણી હાજર હતા. મા ગાયત્રી ની માળા જપ કરતા હતા. ડિસચાર્જ પછી નિજદ્વારે ઘરમાં પગ મૂક્યો ને ગણપતિદાદાસાંઈરામ ને સલામ આપી મનથી વંદન કર્યા. હોસ્પિટલમાં મારા રૂમમાં રોજ મારી ખબર અંતર લેવા ડોક્ટર્સ આવે..ડ્રેસિંગ કરે,દવા નિયમિત લેવાય, સૂચનો આપે ૨૧ દિવસ પછી કિમોથેરપી મારા શરીર અનુસાર ખુબજ સારી દવા મળી ને આજે ડો. મુકુલ ત્રિવેદી-ડો.શશાંગ પંડ્યા-ડો. પૂર્વી-ડો. પૂજા (મામાની)
ના લીધે આજે હું કેન્સર નામના જીવલેણ રોગથી મુક્ત છું ડો. તલાટી સાહેબ કેજે ખુબ જ ધીમું અને ઓછું બોલે પણ દર્દી ને બરાબર સાંભળે અને મીઠો ઠપકો પણ આપતા.એમણે પ્રથમ ડોઝ કિમા નો લખી આપેલો..લોકો કહે છે ઝેરનું મારણ ઝેર...શિવા જાણે શું ? પણ સખત ડર હેઠળ આ વિભાગે મને ખાટલા પર સૂવડાવામાં આવી. ત્યાંજ મારા બનેવી શ્રી. હરનીશ ભટ્ટ
કે જેઓ ફિઝિયોથેરપીસ્ટ છે તેમનો ફોન આવ્યો....આશાબહેન ભગવાન નો પ્રસાદ માની કિમો લઈ લેજો...રાઈટ સમયે આવેલ ફોન પર રાઈટ વાત અનુસાર મને જાણે ખુદ શિવે જ મદદકરી.બધુ સારુ થઈ જશે...જન્મ બાદ જીવનમરણ ના કાળ ચક્રમાં પિસાતો જીવ, મૂંઝવણ ઘણી જ અનુભવી..પણ સૌ સારાવાના થશે..હું જીવીશ જ તેવા દ્રઢ્ઢ મનોબળે આજ ઉભી છું...બસ મારા કાનમાં તેમની વાતો અને આંખો બંધ છતાય શંકર ભગવાનની છબી મારી સમક્ષ હતી. રમતા રમતા...એ ટબ ભરી ને બાટલા...દર ૨૧ દિવસે આ મુજબ પાંચ ડોઝ પૂરા કર્યા...આ ડોઝ લેવાના દરમ્યાન તેની અસર અવર્ણનિય છે પણ ગયા ભવે પાપ કરતા કાંઈક પાછુ વળીને જોયું હશે તે આ મનખો દેહ ફરી સાંપડ્યો...સતત મારી દિનચર્યા બદલાઈ જ ગઈ હતી.મને એમ થતું હું ક્યાં છું ? કોણ છું? મારી મંઝિલ શું છે? મારા જન્મ બાદની સમજમાં નવા જ અવતારે પૃથ્વી પર છું. કાંઇજ ગમતું નથી. દૂર વસતી બહેન ફોન મા મળતી રહે..ઘર નેશાળા વચ્ચે મારી ફરજ ની કેડીએ ફર્યા કરું છું...માનવમહેરામણ વચ્ચે એકલા રેહવાનું પણ મારા મનનું ધાર્યું કંઈજ ન કરાય....બસ મારી જન્મભૂમિ અમદાવાદ...ને અમદાવાદમાં આવેલી
સુપ્રસિધ્ધ વિસ્તાર ની જાણીતી માતૄશાળા દિવાન બલ્લુભાઈ ના પ્રાથમિક વિભાગે શિક્ષિકા ની ફરજ બજાવતી જેને હું મારી કર્મભૂમિ સમજું છું તેને મને લિફ્ટ આપી છે..નાના નાના ભુલકાંઓ વચ્ચે ફરી હું છુ. આજે ૧ વર્ષ બાદ પણ મને સખત અશક્તિ લાગે છે મારા આંગળા બિડાઇ જાય છે અને હાંફ ચઢે છે. પણ હું હિંમત રાખી શકું છું ફક્ત મારી શાળા પરિવાર ના સભ્યોના સાથ સહકાર, ઘરના તમામ સભ્યો ની લાગણી, ઇશ્વરની કૄપા, વડીલોના આશિષે ને ખાસ અમારા (મારા)આચાર્ય શ્રી અનિલભાઈ રાવલ સાહેબે મને ખૂબ જ હિમંત આપી જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી છે. સર્વેની ૠણી છું ન જાણે ક્યારે ૠણ ચૂકવીશ...અસ્તિત્વની આભારી આશા ના વંદે માતરમ!

સોમવાર, 12 જાન્યુઆરી, 2015

મૌજુદગી કે નિશાં



હમદર્દ હી સાયા, હમશકલ હૈ માયા
આભાસી હૈં કાયા, છત પ્રેમ હૈ છાયા
---રેખા શુક્લ


અહીં પ્રત્યુત્તર અળગો રાખું
તુજ માન ની આબરૂ રાખું 
---રેખા શુક્લ


ઉનકી મૌજુદગી કે નિશાં ઔર ચર્ચે હર જગાં
...રેખા શુક્લ

भूलाया हैं तुम्हैं

अपनी उंगली को छूती हुं तो लगता हैं "मां" मे तुजको छूती हुं
भूले से गर आंऊ याद तो तज से लिपट को सोती थी  "मां" मे तुजको छूती हुं
---रेखा शुक्ला
किस बहाने से भूलाया हैं तुम्हैं
कितना रूलाओगे बुलाया है तुम्है
---रेखा शुक्ला

तडपता लम्हां फांसला बढाये फिर ले जाये उडाके !
मौसम मौसम लम्हां लम्हां रंग हैं ये प्यारदा
आग लगाये फिर जलाये अंजाना दर्द ये प्यारदा 
----रेखा शुक्ला

जरां जरां


इन्हें जाके कोई तो बता दो जरां जरां
इन सांसो कि हो जरूरत दम जरां जरां
इबादत हो मेरे हुजुर मेरा गुरूर जरां जरां
बेफिक्र हैं तेरी पनाह मे जागे जरां जरां 
----रेखा शुक्ला

બાકી હૈં યે મહોબત હદ હો ગઈ...!!


તુ જહાં રૂકા ચાહ બાકી હૈં
સબ્ર બાકી જિંદગી બાકી હૈં
---રેખા શુક્લ
बाकी हैं ये महोबत हद हो गई..!!
तु जहां रूका चाह बाकी हैं
सब्र बाकी जिंदगी बाकी हैं
----रेखा शुक्ला

કૈસી હોતી હૈ ચાહત ઔર કહાં કી યે મહોબત
સરે આલમ ભરે બજાર મે ક્યું બિકતી હૈં ફિર મહોબત ?
---રેખા શુક્લ
कैसी होती हैं चाहत और कहां की ये महोबत
सरे आलम भरे बाजार मे क्युं बिकती हैं फिर महोबत ?
----रेखा शुक्ला
ડબડબ શબનમ ગિરી
રૂક રૂક કે ચલફિર ગિરી
હદ હો ગઈ લે સુબહા ગિરી
---રેખા શુક્લ
डबडब शबनम गिरी
रूक रूक के चलफिर गिरी
हद हो गई ले सुबहा गिरी
----रेखा शुक्ला