રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

આખી વાત.........


ફેંકી દે ને તું બારી ઉઘાડી કણસતું ટ્યુમર
અશ્રુ ગાતું  બારણું તોડી વરસતું ઝરમર
-----------------------રેખા શુક્લ
સહજ થયા ને છુટી ગયા
હસી પરપોટા લુંટી ગયા
એક અમારી વાતે તુટી ગયા
લીલીછમ કુંપણે ચુંટી ગયા
--------------------રેખા શુક્લ
અક્ષર સાક્ષર અભિરૂચિએ
ઉચ્ચત્તમ ધ્યેય સુઝે રુચિએ
----------------------રેખા શુક્લ
વાયરે તરતી મધરાત
મહેંક્યા ફુલ રળિયાત
ઓચિંતો તું ભળીજાત
------------------રેખા શુક્લ

ઉછળ્યાં શ્વાસ.......


ઝાંકળભીના ફુલની ઢગલી લૈં ઉભી સાચુ આખી રાત
ધ્રુજારી ખમતું પાણીનું બિંદુ શ્વાસ રોકી આટલી વાત
હળવેક આવી ઉભો ઉછળ્યાં શ્વાસ કે પાંચીકાની વાત
ઝુલ્ફ ઘનેરી ચાલ અનેરી મુંછે વ્હાલુ સ્મિત ની વાત
જાત મહીં જડી ગયો આખેઆખો થૈ મુળીયાં ની વાત
ગોળગોળ ગોળગોળ ઘુમ્યા કરતી રેશ્મી કવિતાની વાત
------------------------ રેખા શુક્લ

મુજને વ્હાલ



બસ પછી ....
સુંવાળો રેશમરેશમ સ્પર્શ
વસ્ત્ર અડકી સરકી પડ્યા
ખિલખિલાટ હસતો શાવર 
ને બોખો સિંક નો નળ
નગ્ન ઉભો ટોવેલ રોડ ને
પકડી હાથ રૂમાલ પાથરી
તું બોલ્યો ઃ તારી જાત સાથે તો આજ રેહવા દે મુજને વ્હાલ
----------રેખા શુક્લ 

શનિવાર, 2 ફેબ્રુઆરી, 2013

તમે એને શું કેહશો?


 માયા  કાયા  પલદોપલ ની છાયા તમે એને શું કેહ્શો?
ખુશીઓના ફિલ્ડિંગ ભરે કોઈ લાગણી ના જાયા તમે એને શું કેહશો?
ચુમન સુજન મંગલ મહેંક અંતરે કહે ભાયા તમે એને શું કેહશો?
મંદિર મસ્જિદ ડોટ કોમ ખોવાય માનવી ના જાયા તમે એને શું કેહ્શો?
સંગીત લય ને તાલશબ્દ તેજ કંકુ ચોખે પાયા તમે એને શું કેહ્શો?
ઠાંસી ઠાંસી રંગ પ્રેમ ના કે શ્વાસે શ્વાસે માયા તમે એને શું કેહશો?
----રેખા શુક્લ

નારંગી


પગલાં પગલાં બરફમાં ધોળી ચાદર ધરણી 
રટણ પરોઢ પઠણ મધ્હ્યાન જોઈ કણે હરણી
મમતા મિઠ્ઠી ભગિનિ પ્રેયસી સંગે લૈ પરણી
ખાટીમીઠ્ઠી પાણીપાણી બોલે નારંગી વરણી
--રેખા શુક્લ

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2013

ના કૈં વગર.....

ઉમટી આવે લાગણી ના કૈં સગપણ વગર
વાહવાહનું બંધન ના કૈં ગળપણ વગર
વિચારોને આધિન ના કૈં વળગણ વગર
સાકાર ના આકાર ના કૈં અટકળ વગર
સહિયારું સર્જન ના કૈં મેળવણ વગર
ફુટે વસંત બોલકી ના કૈં વિસ્તરણ વગર
ગોકુળવ્રુંદે માખણ ના કૈં બચપણ વગર
---રેખા શુક્લ

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

લાગણીયું લુંટે...ટેકરીએ..... !!


આ સિંદરી ના વળ....તણ તણ છુટે
એક એક વળ ને અડી લાગણીયું લુંટે
મહેક સિંદરી એ વળી છેલ્લો વળ તુટે
--રેખા શુક્લ
તિતલી બેઠી ચિંગરીયાની ટેકરીએ..... 
લઈ લાગણીભીનાં હૈયા...
શબ્દો ને કહે મૌન થૈ જાઈએ....
---રેખા શુક્લ