રવિવાર, 19 જુલાઈ, 2020

જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો
ખાનગીમાં જાણે શું શું કહેતો હતો, પ્રેમમાં પડ્યો હતો
હૈયે ટાઢક પામી કાયા મદમસ્ત ગુલાબી ખિલતો હતો

ઘંટનાદે થતી આરતીમાં લીન, તોય એને જો'તો હતો
મીન નયની હિરન ચાલમાં એ પણ સાથે ઝૂલતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

મળે છે દિલ થી દિલ અહીં  શાંત દરિયો ધૂધવતો હતો
પાલવડેથી વિખુટા પારેવડા, ચાંચોમાં ચાંચો પોરવતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

પૂરવાને જીવમાં જીવ ઢળી રહેલી ગઝલ નિરખતો'તો
પર્વ હતો કે હતી સાંજ રોજ રોજ આમ વળગતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

થનગન નાચે રૂપ સુંદરી વહેતી સરિતા પીતો'તો
પ્રિયતમાના ટહુકારે એ લળી લળીને વહેતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

નખરાળીની મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને એ પોંખતો હતો
જાય પ્રજવલ્લી શમ્મા, એવા મુકતક ટાંકતો'તો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

પડખે અવળું સૂઈ પંંપાળે તો સૂંવાળપ સૂંઘતો હતો
પૂરી રાખીયે શું  શબ્દોને માળામાં કહીને ગાતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

દિલે દીધા દાટી ઘાવ શબ્દોની આળમાં કહી રોતો હતો
પાડી દીધી આદત રોજની મારામાં આમ ડૂબતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

સાંખે સંગે અંગેઅંગે, રંગ ઉઝરડા સ્મિતે ચૂંથતો હતો
તરફડે પરિંદુ નાદાન, પિંજરની જાળમાં ગૂંથતો'તો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો
-----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો