શનિવાર, 4 જુલાઈ, 2020

કબીરજી

કબીર
ગુગમ ગરિમા મંચ પરથી રેખા શુક્લ- શિકાગો  'કબિર' પર
નમસ્કાર મિત્રો
કાશી બનારસના ્ગંગા તટે કબીરજી કમળના ફૂલ પર તરતા દેખાયા કે પછી એક વિધવા બ્રાહ્મણીએ જન્મ આપ્યો પણ એમનું અલૌકિક વ્યક્તિત્વ છસ્સો વર્ષે પણ પ્રસિધ્ધ છે કામ કરતા કરતાં વણતા જાય ને એમની વાણી એમનું ગ્યાન ગાતા જાય એમના દોહા જગપ્રસિધ્ધ બન્યા. સરળ ભાષામાં સુવાક્યો વિચારો પિરસતા રહ્યા. એવી એમની વાણી હતી કે લોકો ૧૫મી સેંચ્યુરીમાં એમને ફકીર કહે કોઈ કહે સંત તો કોઈ કવિ કહે...બનારસમાં વ્યાપારીઓ આવતા જુદી જુદી ભાષા બોલતા. સંત કબીર બાહ્ય આડબંર નો સખ્ત વિરોધ કરતા. સમાજમાં ફેલાયેલ ગંદકી નો ઉલ્લેખ ગાઈ ને સમજાવતા. ધર્મ ના નામે પાખંડીઓ કારણ સમજ્યા વગર ધર્મ ની તરફદારી કરતા. તો વચ્ચે પડતા. આમ મૌલવી હોય કે કોઈ પણ કબીર માલ બજાર વચ્ચે વેચવાને બદલે બોધ આપતા. પોથી પુસ્તક પઢવાથી અક્ષરગ્યાન આવતું નથી. કે પંડિત પણ થવાતું નથી. તેમ પથ્થર પૂજવાથી ભગવાન જો મળી જાય તો હું પહાડ પૂજવા તૈયાર છું. સ્નાન માટે કહેતા કે પાણીમાં જ રહેતી માછલી તેની ગંધ દુર કરી ના શકે તો એવા સ્નાન નો અર્થ શું જેનાથી મન દિલ ને વિચારોનું શુધ્ધિ કરણ ના થાય. ગુરૂપાસે થી ગ્યાન મળે ને પ્રભુ ની નજીક જવાનો રસ્તો સૂઝે જ્યારે બન્ને સામે આવી ગયા ત્યારે એમ કહે કે ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગો પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. જાતપાત પૂછ્યા વગર પ્રભુભક્તિ કેમ ના થાય ? અને કહેતા કે દુઃખમાં તો બધા યાદ કરે પણ સુખ માં પણ પ્રભુને જો યાદ કરો પ્રભુથી નજીક રહેવાય. આવી સરસ સાંસ્કૄતિક સોચ મળેલી સ્વામી રામાનંદ ગુરૂજી પાસે થી તેમજ "રામ " નામનો મંત્ર જપતા. જ્યાં મોટા થયા તે હવે નીરુ ટિલા તરીકે મંદિર બન્યુ. માટી ને રોંદતા કુંભારને જોઈ બોલ્યા..એક દિ એવો આવશે તુ જોજે માટી જ તને રોંદશે. ૧૧૯ વર્ષે પ્રભુધામ સિધાવ્યા પણ હજી તેમની વાણી - દોહા ને જીવન ચરિત્રને યાદ કરવામાં આવે છે.  અસ્તુ
---- રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો