શનિવાર, 25 એપ્રિલ, 2020

અવલોકન એટલે ...

ગુગમ વાચિકમ માં રેખા શુક્લના- શિકાગોથી નમ્ર વંદન સંગ અવલોકન એટલે ...
શિકાગો એટલે જ વિન્ડીસિટી અને ઠંડી. બરફ ને હિમકણિકા - હા આઇસિકલ્સ 
ઢળતા રૂફ ના ધારે ધારે હિંચકતા લાંબા ટુંકા અણીદાર ઝુમ્મરો. ટાઢકડો સૂર્યા વેરણ છેરણ રખડુ વાદળ પાછળ રાતો પીળો થતો ઉગ્યોને વાદળ માં સંતાયેલા વર્ષાબિંદુઓ મેધધનુ બની
શરમાયા.લાંબુ ટુંકુ સુકુ ભીનું ધાસ આડુ ફરી ગયું, ઠંડક કહે મારું કામ.
ટાઢા ટાબરિયાં હિમ ની જેમ જામી ગયેલા એકમેકના બ્લેન્કેટ્સ માં ને કાર્ટુન જોતા હતા
એમના રૂમમાં. મોટાઓ શિયાળાની સવારે હજુય પથારીમાં ન્યુઝ જોઈ રહ્યા હતા. ક્યારેક હવામાન બદલાતા હવામાં ફંગોળાતી હિમકણિકાઓ જોવા મળતી. ટપ્પ... ટપ્પાક... ટપ્પ ..ટપ્પ..
ને ઠપાક્ક પડ્તી ને મિલિયન પીસીસમાં સાઈડ રોડ પર ચૂરામાં ફેરવાતી.. કોરોના ના લીધે બાષ્પીભવન થઈ રહેલા વ્યક્તિઓના કેસીસ નો વધતો આંકડો ને રીબાતા, કણસતા, તરફડતા 
બોડી ના પિકચરોમાંથી માથું ઉઠાવી બીજે જોવાનો ડોળ કર્યો. આ લોકો કદાચ પાતળી 
ચામડીના હશે?  


રિવર વોકની ફોગી બર્ફીલી બંધ બારીમાં કોઈક ફરક્યું... ડોકાયું જરાંક, લાગ્યુંં બર્ફીલા રણમાં ટિલુપ્સ 
ઉગ્યું કે..!! પથ્થર ને ડાળી ને વળગેલા પરપોટા... કાચના મોતી ધીમે ધીમે સરકતા હતા.  
અચાનક ૫૦ માં માળેથી હા, ટોપ રૂફ પરથી તીક્ષ્ણ અણીયારી આઇસિકલ કોઈની કાર પર અફળાઈ. 
કારના રૂફ ને ચીરી ડ્રાઈવર માં ભોંકાઈ. ડ્રાઈવરની કાર બેલેન્સ ગુમાવી બીજી ગાડીઓ સાથે અથડાઇ..
 મલ્ટાઇ કાર નો મોટો એક્સીડન્ટ... !! ઠંડીની કે એક્સીડન્ટ ની તરફ આંખ આડા કાન કરતા 
ફૂટપાથ પર માણસો ચાલતા દેખાતા...પોતાની ટ્રેન ના ચૂકવા મથી રહ્યા હતા. 
બીલ્ડીંગના કોર્નર પર એક ભિખારીને ચિસો પાડતો જોયો.એની પાસે રોજની જેમ આજે પણ કાર્ડબોર્ડ 
પડેલુ ને તેમાં લખેલું " વીલ વર્ક ફોર મની" એ કાર્ડબોર્ડ ફંગોળી સફાળો ઉભો થયો ને ચીસો પાડતો 
હતો ઃઃ કોલ ૯૧૧ પ્લીઝ !! અસ્તુ.
અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું. 

શ્વેતાએ નાનપણથી મમ્મીની પાછળ પાછળ પડછાયો થઈ ને ફર્યા કર્યું. મમ્મીએ બેટા બોલો ઃઃ મમ્મી ... મ મ મ મમ્મી ! મમ્મીએ કીધું ને ચકુડીએ બોલવાનું શરૂ કર્યું. પછી નર્સરી રાઇમ્સ,
એબીસીડી ને એકડો બગડો પણ લાઇફ ડઝનોટ સ્ટે સ્ટીલ, ક્યારે બાળપણ જતું રહ્યું પરિવર્તન 
તો આવે ને આવે જ. શ્વેતાએ મમ્મા નું કીધું ઘણું કરી લીધું જી મમ્મા ,જી મમ્મા પણ પ્રેમમાં
પડેલી શ્વેતાએ પરણવાની ના કહી... મમ્મીની કહ્યાગરી દીકરીએ ના પાડી. બાળપણ વટાવી 
યુવાનીમાં પ્રવેશી ચૂકેલી શ્વેતા સામુ બોલતા શીખી ગઈ .કંઈક પરિવર્તન પોતાનું મંતવ્ય કહેવા
માથું ઉંચકીએ ઉભી રહી. સાયકલમાં સ્કૂટી ચલાવતી શ્વેતાને પ્રેમ પણ થઈ ગયો તે પરિવર્તન 
મમ્માથી કેમ છૂપો રહ્યો શ્વેતા ના સમજી. અને આજે મમ્મીએ તેનું અવલોકન જોયું ને અનુભવ્યું
કે પરિવર્તન તો અનિવાર્ય જ છે... આજે અરિસે જોયું તો પોતાનો કૃશ થયેલો જોયો કે ઓહ 
પરિવર્તન તુ પાછળ ને પાછળ મારોજ પડછાયો થઈને ચાલ્યા કરે છે. અસ્તુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો