મસ્તાનીના હૈયે
રોપી બારાખડી ફળિયે ને મોરલો આવ્યો આંગણિયે
ચામડી ના પડ તળે ધરબાઈ ને બેસે ધબકતા હૈયે
મૂવો નામ પોકારે બ્રેક વગર ચારે માસ ધકધક હૈયે
કળ ના ઉતરે ને વેદના તો પારોવાર સતત મુજ હૈયે
આંખોના વરંડે પલળી ને ટહુકે સતત મસ્તાનીના હૈયે
પાંખો પ્રસારી ને પોઢ્યો મુજ પ્રાંગણિયે પગલીના હૈયે
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો