બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

પેટી માં પુર્યુ બાળપણ ઉતારી..!!


હતુ બા નું ફળિયું. મમ્મી નો પાલવ ને પપ્પાની સાયકલ પર ટ્રીપલ સવારી..
આવી જોયું ઘર ન મળે મારૂ મને..એપાર્ટમેન્ટ જે થઈ ગયું ભારી....
બા ગયા, પપ્પા લઈ ગયા...ચારે કોર ભીંતો રૂવે ભેંકારી....!
પકડાપકડી, હાલરડાં-ઘંટી ,નાની પેટી માં પુર્યુ બાળપણ રંગીન ચિત્રે આવી છોરી
ત્યાં વાડ ઉગી પછવાડે ને આંગણે સુકાયુ પારિજાત....ના મળી 
તુલસી ક્યારી...
હાટડીઓ મૉલ થઈ ગઈ વસ્તુ પાછળ માણસ ભૂલાયો ભારી....
તુંકાર મા બોલાવે મમ્મી-પપ્પા ...ક્યાં જઈ શોધવાની સન્નારી ...
ભૂલકુ થઈ રસ્તે રડી પડી....ઘર નથી મકાને રહી નારી....
ટચુકડા બ્લાઉઝમાં જોંઉ હું નારી ...ક્યા ખોવાણી પનિહારી...
ભારત થયું અમેરિકા એમ હું વિચારી ભિંસાણી હૈયામાં કેવી શૂળ 
ઉતારી..!!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો