પળે પળે પાળો પળો...પળે પળે પલળે પળો
વધતી જાય ઘટતી જાય આ તે કેવી સાંધતી જાય
વડવાઇ પર ચઢી વેલ બસ પળમાં વળગતી જાય
પલળે પળો... પલળી પલળી પામો પળો
ક્ષણોની પોટલીમાં ભરી સુખ દુઃખની પળો
આવતા જતા નજરે પરિક્રમા કરે કૈં પળો
જિંદગીના નાના-મોટા ડૂમા સાચવે પળો
રમતે ભમતાં ખડખડાટ હાસ્ય ની કૈં પળો
ખોબો ભરી ને રડ્યા એવા સ્મરણ ની પળો
ફ્રેમમાં મઢાઈ મલકતી ક્ષણો જોવાઈને પળો
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો