બુધવાર, 25 જૂન, 2014

મીનપ્યાસી ગગન.....



સ્મિત માંગુ સ્મિત ધરું, ને ભૂલવાનું નજદીકપણું
એક હોવા લાગણી દુઃખી ને હોવાપણા નું ખોવાનું

ઉની ઉગી ચાંદની ને, ચૂમતો સાંવરિયો જ ભાળું
તારલિયાળી રાતડી સુંઘે, માઝમ શમણા ઉગવાનું

માળો બાંધ્યો મેહુલિયાએ, ઝરમર ઝરમર પાંખ્યુ
કાગળ-પતર-વ્હાલ-નું રૂમઝુમ રૂમઝુમ ટપકવાનું

સૂરજથી શરમાતી સંધ્યા, ઘુંઘટે વ્હાલ કરે વાળું 
તરંગ ને ઉમંગ ભેટવા, રાત્રિ નુ દોડી ને છળવાનું

રાતીચોળ લહેર દરિયાની, ભીની સ્મૃતિ છે નાણું
પલળે રેતી દિલની પરાગ નું પરિપૂર્ણ ખિલવાનું
----રેખા શુક્લ ૦૬/૨૫/૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો