સપનાની પાંખે ઉડે તે તો દિકરી !!
ભોળી આંખે નીરખી વિદાય લે દિકરી
સહજ દુર ખ્વાબોમાં ખિલએ તે દિકરી
જીંદગી ગિરવે દર્દ લઈ પ્રેમ દે દિકરી
વિસરાઈ જાય તુંજ ઉદાસી મળે જો દિકરી
સંબંધોની હસ્તી છે વિસામો તે દિકરી
ડરપોકી ઝરણું વાળો તો વળે તે દિકરી
આંખો સજળે મપાતી હૈયે જો ને દિકરી
વાતવાતમાં ભીતર અડીલે આવી દિકરી
બંને ઘાટ મહેંકાવે મપાતી વહે દિકરી
---રેખા શુક્લ
****************************** ****************** "આજે તમે તમારી માને-પત્નીને-દીકરીને-બહેનને કે પુત્રવધુને થેંકયું કહી શકો..
સ્ત્રી-એને એકજ જીંદગીમાં ઘણી જીંદગીઓ જીવવાનો કસબ હાથવગો હોય.એને રાહ જોતાં આવડતું હોય અને એ રાહ જોઇ પણ શકે...એ એનાં હિસ્સાંનું સુખ તમારા નામે કશુંય બોલ્યાં વિના,કશુંય ઇચ્છ્યા વિના કરી શકે...એ ડાબા હાથમાં ઘડિયાળ પહેરતી હોય પણ એ ઘડિયાળમાં દોડતામ સમયને એણે ડાબો કરી દીધો હોય.. માને આંખે દુરનાં ચશ્મા એટલાં માટે હોય કારણકે રાહ જોતી વખતે એ દુર સુધી નજર કરી શકે.એની આંખો રાહ જોતાં-જોતાં જ ઘરડી થઈ જાય. જે એનાં હિસ્સાંની ચોકલેટ્સ પણ તમારા ભાગમાં મૂકી દે એ બહેન,જે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારાં હાથમાં સવારનું છાપું અને ચાનો કપ મૂકી આપે એ પત્ની,જે એનાં નાનાં નાનાં હાથોને તમારી આંખો પર મૂકીને પૂછે કે 'બોલો, હું કોણ છું...??' એ દીકરી,અને જે તમારી જાણ બહાર તમારાં જ દીકરાં ને કહે કે આ વેકેશનમાં પપ્પાને પં હોલિડેઝ પર સાથે લઈ જઈએ તો..?એ તમારી પુત્રવધુ ને થેંક્યું કહેવાનો દિવસ છે.... આજનો દિવસ તમારી જીંદગીની બધીજ સ્ત્રીઓ માટે લાગણીઓનું આરક્ષણ કરવાનો દિવસ છે... આજે તમે એમનાં હાથમાં એક નાનકડું ફુલ મૂકીને કહી શકો,થેંક્યુ.... મને જાળવવા બદલ અને મને સાચવવા બદલ..".
-એષા દાદાવાળા.
ભોળી આંખે નીરખી વિદાય લે દિકરી
સહજ દુર ખ્વાબોમાં ખિલએ તે દિકરી
જીંદગી ગિરવે દર્દ લઈ પ્રેમ દે દિકરી
વિસરાઈ જાય તુંજ ઉદાસી મળે જો દિકરી
સંબંધોની હસ્તી છે વિસામો તે દિકરી
ડરપોકી ઝરણું વાળો તો વળે તે દિકરી
આંખો સજળે મપાતી હૈયે જો ને દિકરી
વાતવાતમાં ભીતર અડીલે આવી દિકરી
બંને ઘાટ મહેંકાવે મપાતી વહે દિકરી
---રેખા શુક્લ
******************************
સ્ત્રી-એને એકજ જીંદગીમાં ઘણી જીંદગીઓ જીવવાનો કસબ હાથવગો હોય.એને રાહ જોતાં આવડતું હોય અને એ રાહ જોઇ પણ શકે...એ એનાં હિસ્સાંનું સુખ તમારા નામે કશુંય બોલ્યાં વિના,કશુંય ઇચ્છ્યા વિના કરી શકે...એ ડાબા હાથમાં ઘડિયાળ પહેરતી હોય પણ એ ઘડિયાળમાં દોડતામ સમયને એણે ડાબો કરી દીધો હોય.. માને આંખે દુરનાં ચશ્મા એટલાં માટે હોય કારણકે રાહ જોતી વખતે એ દુર સુધી નજર કરી શકે.એની આંખો રાહ જોતાં-જોતાં જ ઘરડી થઈ જાય. જે એનાં હિસ્સાંની ચોકલેટ્સ પણ તમારા ભાગમાં મૂકી દે એ બહેન,જે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારાં હાથમાં સવારનું છાપું અને ચાનો કપ મૂકી આપે એ પત્ની,જે એનાં નાનાં નાનાં હાથોને તમારી આંખો પર મૂકીને પૂછે કે 'બોલો, હું કોણ છું...??' એ દીકરી,અને જે તમારી જાણ બહાર તમારાં જ દીકરાં ને કહે કે આ વેકેશનમાં પપ્પાને પં હોલિડેઝ પર સાથે લઈ જઈએ તો..?એ તમારી પુત્રવધુ ને થેંક્યું કહેવાનો દિવસ છે.... આજનો દિવસ તમારી જીંદગીની બધીજ સ્ત્રીઓ માટે લાગણીઓનું આરક્ષણ કરવાનો દિવસ છે... આજે તમે એમનાં હાથમાં એક નાનકડું ફુલ મૂકીને કહી શકો,થેંક્યુ.... મને જાળવવા બદલ અને મને સાચવવા બદલ..".
-એષા દાદાવાળા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો