ગુરુવાર, 29 ઑગસ્ટ, 2013

પા પા પગલી...વલ્ખાં નજરું....

રોપી ગયુ શમણું બી એક રાતનું
ચોમાસે ઉગ્યું જંગલ એક ભાતનું
પા પા પગલી...વલ્ખાં નજરું.....
ભોળું વ્હાલ ગમતું એકનું એક છાનું
દાબેલ પગલે આવી હસાવી જવાનું
---રેખા શુક્લ---

1 ટિપ્પણી:

  1. મને કંઇક આમ સમજાય છે...

    - સ્વપ્ના, કે જે અનેક પ્રકારના હોય છે અને સ્વપ્ના માત્ર કાલ્પનિક જ હોય છે(નક્કર નહીં); એવું એક સ્વપ્ન રાત્રિરૂપી બી રોપી ગયું

    - એ બીમાંથી ચોમાસામાં એક જાતનું જાણે કે, જંગલ જ ઉગી ગયું..

    - પા પા પગલી ભરતું હોય - નજરો વલખાં મારતી હોય - એવું ભોળુ વ્હાલ ગુપ્ત અને સુપ્ત રીતે વ્યક્ત થયેલું હોય એ ગમવા માંડ્યું

    - એ ભોળા વ્હાલપ વરસાવતા, પા પા પગલી ભરતા (સંભવતઃ પાત્રને) પ્રેમાળ અને હક્કપૂર્વકના અદેશો આપ્યા છે

    - ‘‘દાબેલ પગલે આવી હસાવી જવાનું’’

    રચાનાને સમજવાના પ્રયાસમાં કોઇ ક્ષતિ હોય તો આગોતરી ક્ષમાયાચના

    જવાબ આપોકાઢી નાખો