ઉજ્જડ સીમ માં યમુના ભીંજાતી ભાળીશું
આવશે જો પુર તો વૃક્ષ વૃક્ષ થઈ ગાશું
કોરૂં હૈયું કોરી નજરું નાંખી થોડાંક જાશું
વટે માર્ગુ છીએ બારી બારણાં હા તાકશું
મૌનનો લગાવ તોય આંગણે આવકારશું
મર્મ નો ડંખ જાણી ભર્યું એકાંત ખોલશું
પુષ્પ પુષ્પ પરાગ ઝાંકળ થઈ ભીંજવશું
પર્ણ હથેળી વ્હાલ હળવેક થી હીંચશુ
ઝાલર ટાણે ગાયુ ઉભરાઈ વાવડ પૂંછશુ
ઘેરાતી સાંજના સોગંધ મોરપીંછે જડશું
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો