સોમવાર, 5 ઑગસ્ટ, 2013

તુટેલો ગ્લોબ પડ્યો છે ખુણે એકલો

તૂટેલ ગ્લોબ ને જોઇને... ૧૯૭૧ માં લખેલ છે તે “જેમનું તેમ” પોસ્ટ કરેલ છે 
ભૂલો ઘણી હશે પણ ભાવ અલગ હતો...કોઈ કવિ ભાઇ આને છંદ માં લખશે તો મને ખુશી થશે.. 

તૂટેલ ગ્લોબ પડ્યો છે ખુણે એકલો અટૂલો 
ઉપકાર નો બદલો ના માંગતો ઉપકારી 
હતો કૉ’દિન એ મંદિર ના ઘુમ્મટ પરે 
ને વળી હતો આરાધ્ય દેવ ના સર પરે 
ને પ્રકાશતો હતો ગૃહ ના દ્વાર પરે રે !
અજવાળતો ગૃહ ને, ના અભિમાન ધરે 
દીવાદાંડી બન્યો ચાલ અને રસ્તા પર
બતાવ્યા રાહ અનેક ને નિજ ઘર જવાને
ઉગાર્યા સર્પ કાંટા અને વળી ખાડા થી 
આજ પડ્યો છે એકલો અટુલો નિર્જીવ બની
હદય પણ એવું વરસાવે સ્નેહ અને અમી
તૂટે છે તે પણ એક દિન નિર્જીવ બની
નથી ઉપકાર એ ફરજ તેનો બદલો ના હોય 
માને એમ તો જીવ શિવ ને મળે
હિમતભાઇ (૧૯૭૧)  ***********************************

તુટેલો ગ્લોબ પડ્યો છે ખુણે એકલો
ઉપકારથી ભરેલો પ્રશ્નથી પર અટુલો

કો'ક્ના મન-મંદિરનો ઘુમ્મટ રહેલો
આરાધ્ય દેવ ના તો શિર પર ધરેલો

પ્રકાશ્યો ગ્રૄહ ના દ્વારે પ્રખંડ અજવાળેલો
દૂર અભિમાન થી પ્રકાશીને બસ રહેલો

દીવાદાંડી સમો ગૄહે અડગ જુવો ઉભેલો
ઉગાર્યા સર્પ કાંટાને વળી ખાડા ને એકલો

પથધારી પંથે નિર્જિવ બની આજ અટૂલો
હ્રદય કેટલું વરસાવે સ્નેહ અમી ભરેલો

તૂટે છે તે પણ એક દિન તો ય ભળેલો
ફરજ નો બદલો નહીં શિવે મળું ભળેલો

---રેખા શુક્લ (મારો નાનકડો પ્રયાસ)

1 ટિપ્પણી:

  1. ધરતી થી જનમી વાદળું તુટેલા ગ્લોબને વળગી પડેલું

    યાદોમાં ભીનું ભીનું મારું કોરૂં કોરૂં મન વળગી રડેલું !!

    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો