બુધવાર, 10 જુલાઈ, 2013

મશીન છે....(ગુસ્તાંખી માફ)

સ્પ્રે કરો, ઢાંકણ ખોલો, અહીં માણસ નામે મશીન છે
મશીન રહે છે, મશીન સહે છે, લાગણી નામે સહે છે

દૂર કોઈ રડે છે પાસે ક્યારેક ટપકી પડે મશીન છે
સંવેદનાનો કાટ ચડે છે ને રડી પડે છે મશીન છે

કેમિકલ્સની પાડી આદત વ્યક્તિ અહીં મશીન છે
તાજી હવા ને તાજા ફ્રુટ બંધ દરવાજો મશીન છે

અક્ષર ની સાંકળ છે શબ્દ ની ભાળ છે મશીન છે
છુકછુક ગાડી કે કિચુડકિચુડ ગાડુ લો મશીન છે

શ્વાન આગળ રોટલો તરસ નો ભુખ્યો મશીન છે
ભાગતો દોડતો રડતો હસ્તો જીવતો મશીન છે

પથ્થર છે વજ્ર છે લોખંડી ફૌલાદ જુવો મશીન છે
સર કફન ફૈસલો બુલંદ છે અંદાજ પણ મશીન છે

ચંદ્રની પાર બીજુ કોઈ નગર છે તલાશે મશીન છે
ત્રિરંગો વાવટો છે ધર્મ છે સમજ મરે છે મશીન છે 

હજી જીવે છે માણસ નામે મશીન  તો  મશીન છે
યુગયુગ થી સદંતર ઇશ પણ શું અહીં મશીન છે ?
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો