મંગળવાર, 9 જુલાઈ, 2013

પેપરવેઈટનું સ્મરણ

સુડી લઈ ને અર્થો નીકળે શબ્દ ના પરચુરણ
બંધ ચોપડીમાં વાળેલું પાનું નિશાની અટકળ

કાચની ફુલદાની ને કાચના પેપરવેઈટનું સ્મરણ
ટપકી પડેલા ગલગોટા ને ચંપે કેવડાના કામણ

લથડતી ગઝલનો ભળ્યો લય હતો તો ય સરળ 
ચુંબન રૂપે ટપકતાં; બુંદ અત્તરના વ્હાલણ !!

શ્વાસ ને વિશ્રામ દેતા મોત ભળતું રહે સજળ 
નિરંતર હાંફતું જ  ભાળ્યું નહીં કોઈ હરણ !!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો