બુધવાર, 5 જૂન, 2013

નદી ઓઢીલે દરિયા ને

ચુપચાપ પાના ચિત્ર્યાં કરે મૌન શબ્દો લખ્યા કરે
ઉઘડતી અધર પંખુડી મહીં શ્વાસ થઈ રચ્યા કરે !
---રેખા શુક્લ

સ્મિત કરીને સળગતા
રડી ને દિલ બેહલાવતા
સંજોગોના પાલવે અટવાતા
યાદ ની સુગંધે જીવતા !!
---રેખા શુક્લ

નદી ઓઢીલે દરિયા ને સમજી ને ઓઢણી......
તેની ખારાશ ને વગોવે જ્યારે ત્યારે દરિયાને ઠપકો મળે 
ખળ ખળ વહી આલિંગન દે નદીયુ રાધા થઈ  હરદમ ભળે
---રેખા શુક્લ

1 ટિપ્પણી: