બુધવાર, 1 મે, 2013

રોપાયું ગુજરાત ...


ભડકો થઈ ને બાળ્યા કરે, સુરજ ચંદ્ર ને તાપ્યાં કરે;
સ્મરણ ની કુંપણો ઉગ્યા કરે, રાત યાદ ચણ્યાં કરે;
ડોકિયાં કરે અટારીએ, કવિતા તારલા  ગણ્યાં કરે;
અખબાર બિંબ આજનું, આયના કાંચ વણ્યાં કરે;
સરિતા કવિતા સીંચ્યા કરે, શબ્દો ને વાવ્યાં કરે;
----રેખા શુક્લ ૦૫/૦૧/૧૩
તેરે રંગમેં નહાકે ખુલે કેશ તેરે મુખડેં પે જુલ્ફકી છાંવા
ચંચલ શેહજાદી મલાઈ મસ્કા સી બતિયાં જા કરાંવા
ઇશ્ક કી બાજી જીત લગન જો લગ જાયે નિંદ જાવાં
----રેખા શુક્લ ૦૫/૦૧/૧૩
રોપાયું ગુજરાત પગમાં, 
શમણાં-ફુલ લઈ હાથમાં;
જય ગુજરાત ગુંજન તનમાં, 
ગરવી ગુજરાતણના મનમાં;
--રેખા શુક્લ ૦૫/૦૧/૧૩
રોપેલ શમણાં ને ઘાંવ મળે હથેળીએ
ઝીલી ચોમાસું ને રૂંવે મત્સ્ય તળીએ
--રેખા શુક્લ ૦૫/૦૧/૧૩

1 ટિપ્પણી:

  1. ગુજરાતી પ્રજા આજે ખુબ આગળ છે. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત અને ગુજરાત એટલે પ્રગતિ. તેની વિશિષ્ટતા અને આગવી પ્રતિભા છે.આમ જોઈએ તો આ ગુજાપ્રિયા
    પરિવાર માં આધુનિક પહેલ કરવાવાળા ગુજરાતીઓ જ છે આમ જ્યા પાણી ને પ્રતિષ્ઠા માપવાના હોય કે સાહસનું ક્ષેત્ર ત્યા આજે ગુજરાતી ....ગુજરાતી ને ગુજરાતી...!! બેસી ગયાં સ્વપ્ન રોપવા....ગુજરાતી ..આ પ્રજા પશ્ચિમ થી આકર્ષાય તો મધ જેવી મિઠ્ઠી, માખણ જેવી મુલાયમ ને ગિરનારની ટોચ જેટલી ઉંચી..!!જોકે ભાષા ને હાનિ પહોંચી છે ખરી. ભાષા માં ખુટતા વ્યાકરણ, સમીકરણ ની ઉણપ લાગે ખરી.
    રોપાયું ગુજરાત પગમાં,
    શમણાં-ફુલ લઈ હાથમાં;
    જય ગુજરાત ગુંજન તનમાં,
    ગરવી ગુજરાતણના મનમાં;
    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો