બુધવાર, 13 માર્ચ, 2013

ડાળીઓ જવાન ઝુલશે....!!


પર્ણ ને ડાળીઓ જવાન થઈ જશે

કળીઓની ચમનમાં હવા થઈ જશે

પાલવની સુગંધે ઓરડે જૈ ભરાશે

ગુલાબી થૈ ગુલાબી આંગણે ઝુલશે
---રેખા શુક્લ

4 ટિપ્પણીઓ:

  1. અક્ષરની અટારી એ ચકલીયું રોજ ચીં ચીં કરે છે....સાવ ગુલાબી
    આંખો સાવ ખૂલેલી ....ચકલીયું રોજ ચીં ચીં કરે છે.
    ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  2. અક્ષરની મલકાતી અટારી એ ન્હાના એક કુંડે....
    ડાળીએ ડાળીએ ફુંટી કૂંપણુ ં ને, પર્ણ ને આવે વ્હાલ
    ગુલાબી સુગંધી અડપલું ફુલનું, સ્મિત ને લાવે ફાલ
    ભમરાં નું ગુનગુન, ફુલને લળીલળી વળગે પતંગિયુ
    ટગર-ટગર કલગીએ ખડખડાટ હીંચકે હસતું ગાલ
    ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  3. વળગી ચોટલે વેણી થૈ સુગંધ મોગરા નું થીમ
    ધીમી મેહકે જઈ પડતી બારિશ પણ રિમઝિમ
    ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  4. અડપલાં છેતરામણાં

    સપના સોહામણા

    શબ્દના રિસામણા

    કાવ્યના મનામણા

    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો