લીમીટલેસ શમણાં સતાવી જગાડે સાચુકલુ ખોળી છોને
ભોર ભઈ નવલા વર્ષની માણસ હોવાની ભ્રમણા છોને
ઘટમાળ છે તારીખોને બદલી ધટના થયાનો શોખ છોને
સાસરિયાં પ્રિયજન પિયરિયા પ્રિયજન સાચુ કહોને છોને
પાગલને પુસ્તક નક્ષત્રમાં આસ્થા પુષ્યને આગમને છોને
અઢળક પ્રેમ ને સહકારે ઉભરાતી લાગણીનો ભાવ છોને
વળી વળી ને રોજ બકતો મુખારવિંદે ઝુરે સવાલ છોને
પ્લાસ્ટિકની ક્રેડિટ ડેબીટ માં વેચાતું ઉછીનું સ્મિત છોને
ભાનવગરના અમે ભાવ વગરની દુનિયે રહીએ છોને
પર્ણ ખરે છે આશિષ દેતું વ્રૄક્ષ રડે છે વંટોળ સંગ છોને
હ્રદયપંખીડું સંગીતમય તાનમાં નર્તન કરતું ગીત છોને
પંખીઓની ભાઇબંધી ને ગુંજન કંગન બહેનપણી છોને
અર્પણ કરીએ કવિઓને મોતીડાં અક્ષર હસતા છોને
લપસણીએ ખડખડાટ હસે તર્પણ થઈ કવિતા છોને
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો