ગુરુવાર, 4 જુલાઈ, 2013

આખરી દવા

ભર ઉનાળે કંઇ ક્યારનો ટહુકે મોરલો નેણ ઉલાળી
હરીહર કાજે સુણાવતો ગેહકે મધુરૂ ગાણું  ઉજાળી

ભરબજારે લજામણી કોયલડી ઠેકડી માં ફસાણી
લોકલાજે શરમાણી આંખલડી મેડી માં મલકાણી

વંડી ટપતાં ભોંય પડી કોણી ગઈ થોડી છોલાણી
કુંડી ભરતાં રોઈ પડી ચુંદડી ગઈ મોરી ભીંજાણી

ડેલી જડતા ભેંસ પાદરે પાડી તોરી રૂડી વિયાણી
ગુલ્ફી દઈ લુંટે પાદરે પંખુડી તોરી ગઈ ભિંસાણી

હસ્તાક્ષરે દરવાજે જાતો ખરીદી કરવા ખરી-દવાની
ફરફર ઉડતો ડાળ ભાગતો આખરી દવા ખરીદવાની
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો