બુધવાર, 24 જુલાઈ, 2013

ચિત્કારનો ઉપાડ

પાંપણ ની એક લાંબી વાડ નમી ગઈ
દિલના ધબકારે નાડ જડી ખોઈ ગઈ

મંદ મુસ્કાન રંગીન કમાડ ભાળી ગઈ
તું પડછાયો મુજમા ં તિરાડ જોડી ગઈ

ચિત્કારનો ઉપાડ ત્રાડ હાથ જોડી ગઈ
બિલિપત્ર ઉભું ડાળે પહાડ ચડી ગઈ
--રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. તિરાડ પડી અડી અડી ઉભી ઉભી કરેલી વાડ ને વળગી ઓલી ગલકાની વેલી જોને લાગે નાડ થઈ ગઈ લળી લળી રંગરસીલી નાર નવેલી કમાડ ખોલે નમી નમી ખબર હતી ઘેઘુર વડલાની છાંય નીચે ઉભો છેલછબીલો ગિરનાર નો ખોંખારો ખાય કે નાંખે ત્રાડ ....લટક મટક સિંહણ ચાલી પહેલ કરે પહાડ ને માપવાની...જા જા હરજાઈ...તે લીધો ઘણો ઉપાડ....ના કર જા આવી બબાલ...!! ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો