શુક્રવાર, 14 જૂન, 2013

Happy Father's Day !

Dad you are my heart's guiding star, constant confort and shining example of bright and happy spark....Happy Father's Day !! 

શૈશવનું સ્મરણ થઈ ને રહી ગયા છો તમે ...સૌંદર્ય ના એક દ્વારે મુકી આંગણા ની બહાર મુકી મને સંસ્ક્રુતિની શેરી માં બેસાડી ...ચમકતાં તારલાં મા સપ્તૠષિના તારલાં-સાયન્સ ને મ્યુઝીયમમાં-ફોટો ગ્રાફી માં ને આર્ટ નો સુંદર વારસો દેવા માટે ખુબ જ માન છે. પારેવડાં જેવા ભોળા મા-બાપ ને બન્ને ખુબ સુંદર ગાયક ને દેખાવડા...આભાર પ્રભુ....મારા મનોમંથનની વાટે પપ્પા ની મીઠ્ઠી યાદો સ્મૄતિતંતુ એ...!!

આજના વાલીનો પુત્રપ્રેમ – કર્દમ ર. મોદી

અલ્યા, ભણ નહિ તો રહી જઈશ
દુનિયા જીવશે પણ તું મરી જઈશ

વસંત આવે કે વરસાદ આવે, બારી બહાર નહીં જોવાનું
કોયલ બોલે કે પતંગિયું ઉડે, તારે એ નહીં જોવાનું
વગર પાણીએ ડૂબી જઈશ
ભણ નહિ તો રહી જઈશ

લગન હોય કે ભજન હોય તારે તો લેસન જ કરવાનું
રિશેસ હોય કે રજા હોય ગમેતેમ નહીં ફરવાનું
મોટો થઈને પછી શું ખઈશ
ભણ નહિ તો રહી જઈશ

ટોપર થવાનું છે તારે, સ્ટોપ થઈશ નહીં
ઊપર જવાનું છે આપણે, નીચે જઈશ નહીં
નામ, રામનુંય ના લઈશ
ભણ નહિ તો રહી જઈશ.

કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છુટી ગયો...કવિ દાદ ને આજે યાદ ના કરૂ તેમ બને કેમ?? કેટલી કરૂણ પિત્રુવેદના....!! આમા મારો મમરો..રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

  1. Aunty,કઈ પણ હોય , પણ તમારો બ્લોગ તો જોરદાર છે, પેહલી વાર મેં ગુજરાતી માં બ્લોગ જોયો , સરસ છે,like it, I read some posts of you. but all are awesome aunty. you modified great with your slide show also,,:) keep writing,,

    જવાબ આપોકાઢી નાખો