ગુરુવાર, 11 એપ્રિલ, 2013

તારી યાદોથી....!!

તારી યાદોથી...મને તો ફુરસત છે જ નહીં તારી યાદોથી ..તારા કરેલા વાદો થી...
ખુબ સંભાળીને રાખી છે તને પણ ખબર નથી....કેટલી સંભાળી ને રાખી છે...
રોજ રોજ તેને ઝાડીને, ધોઈને, તાર પર નાંખી, ગર્મી માં સુકવું છું...સાંજ થતાંજ
ભેગી કરીને સમેટી લંઉ છું..દિલની અલમારી માં મુકુ છુ...
ને ક્યારેક થંડીની ગર્મીમાં ઘુમુ છું ને વરસાદી પાણીમાં ભિંજુ છું..
ગરમી ની સવારે ઉઠાડીને તો ક્યારેક સુંદર સાંજે ..મારી સાથે ફેરવું છું...
તેને ભણતા, લખતા, ગાતા,ગણગણાવતા...ક્યારેક ડરાવીને,
કાં તો મોંઢું ચડાવીને જ્યારે તંગ કરું છું, ને બહુ થાય તો વઢું છું, ચંપલ લગાવું છું,
રોજ મારામાં ઝુલાવું છું કે કયાંક દુર ના થઈ જાય મારાથી...જી ભરી ને બેહલાવું છું ..
સમય ઓછો પડે છે મારો નહીંતર ચાહવા છતાં વધુ થી પણ વધુ પાળતી પોસતી..
મારા તન-મનમાં ..ને વિચારતી કે હું તો ભરી તારી યાદોથી...
---રેખા શુક્લ ૦૪/૧૨/૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો