મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2013

ધકેલાયો છું...!!


પદવી આપીને મોટો કરાયો છું
આવળ વધું છું કે બસ ધકેલાયો છું....
વ્યથા છે કે મુંઝવણ છે બસ મુંઝાયો છું
સગપણે સમજણે પાછો ધકેલાયો છું...
બાળક છું તારો તોય કેમ ગભરાંઉ છુ
નાની બેનના આગમને જીવ મોટો કહેવાંઉ છુ
જીવન જીવું કે માણું તે પહેલા ધકેલાયો છું....
સ્કુલમાં આવે નંબર પેહલો રમતનુ આવે સપનું
મોનીટર બનાવી ખુશ કર્યો કે હુ ધકેલાયો છું....
યુવાનીની મજાની ગંભીરતા ના કળી શક્યો
તે પેહલાં લગ્નમાં મગ્ન કે પા્છો ધકેલાયો છું....
કોલેજના દિવસોમાં જાગતી આંખે સપના
શરમાયે પેહલા પાંપણે જઈ ધકેલાયો છું....
પાછો મળ્યો છે હોદ્દો ને જીવ ખુશ કરાયો છું
વધતી મોંધવારીમાં સંગાથે રેઈઝ ધકેલું છુ....
મુંગી નથી મારી વ્યથા તો ય ગુનેગાર ગણાયો છું
લાગણી ની ઓઢી ચાદર તો કબર સુધી ધકેલાયો છું....
નામ અમારું તકતીમાં સોનેરી પાંદડે કંડારાયો છું
કો'ક વાર વિચારું છું કે ક્યાં ક્યાં જૈ ધકેલાયો છું...!!
---રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

  1. રેખા
    બહુ સમય થી એક કાવ્ય લખવાનો વિચાર કરી રહ્યો છુ થોડુ લખ્યુએ ખરુ અને અટકી પડ્યુ એની નાનકડી ઝલક મને આ કાવ્ય મા જોવા મળી આસ્ચર્ય તો થયુ અને આનંદ પણ થયો કોઈવાર અનુકુળતાએ એ વિષે કહીશ
    મને આ કાવ્ય ગમ્યુ એનુ કારણ મારા વિચાર નુ આછુ ધુંધળુ ચિત્ર આમા પ્રતિબિંબીત થાયછે એ હશે....

    જવાબ આપોકાઢી નાખો
  2. પ્રાણ પ્રક્રુતિએ પ્રતિબિંબના પડઘા-રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો