સોમવાર, 30 જાન્યુઆરી, 2012

સત્તર અક્ષરી હાઈકુંની મજા.... (2)

સુકા તૃણોની
ઓઢણી અંગે ઓઢી
 ધૃજતી ધરા

નવી ઓળખનો
  ખજાનો
સુકી જુદાઈની ડાળ

 બગીચે પવન
  ગાતો ગીતો
વ્રુક્ષ ડોલતાં સાથે

ફેશનટ્રેંડની પ્રથમ
  માંગણી
સ્લીમ બાંધણી

અંગ અંગ પલળ્યા
 કરે, ભીના
 સ્મૃતિ-કાંઠે

આસોપાલવ થી
નહીં,આંસુથી ટાંક્યા
    તોરણો

  ઝીલું હું લળી
પ્રિય જનની પગલી
  પાલવડે

1 ટિપ્પણી:

  1. તમારા માટે કશુંક નવીન લખી આવી છું...માણો આજે મજા હાઈકુંની...!!

    જવાબ આપોકાઢી નાખો