પંચપુષ્પી રક્તશીખાધારી
પથરાયા જ્યાં શ્વેત
પારિજાતકે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
નભમંડળે રાસ રચે
ટમટમે અગણીત તારલા
અમાસે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
પલકારામાં ભાગે સૌ
નિજસ્થાન ભુલી પાછળ
ઝાંકળે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
સંવેદનાની યાદ ને
સ્મરણનું ભાથું
અતિતે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
શ્વેત પરછાઈ
પ્યાસી થંભી
લઈ રક્તબિંબ અધરે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો