સોમવાર, 2 જાન્યુઆરી, 2012

જન્નતે જહાં...

મુજને ખબર નથી ચાહું છું આટલું કેમ તને
આજ નહીં તો કાલ માનીશ,શીદને સતાવે મને

દુર માના હાથમાં હસતું બાળક જોઈને
યાદ ક્યારેક તારી સ્મ્રુતિપટ પર છવાઈ જોને

બાજી હંમેશા તેના હાથમાં રહી છે
હિંમતે મર્દા તેના જીગરમાં હામ રહી છે

યાદ તો હંમેશા... બા ની રેહશે
પંપાળતા હાથના સ્પર્શની ભ્રાંતિ રેહશે

સિધ્ધાંતવાદી જીવન જીવવાથી ગાંધી નથી બનાતું
જીવનના ઉતાર-ચઢાવ વગર તો સ્વર્ગે નથી જવાતું

ભોંઠપ અને ઓછપમાં ઓગળી ગયેલું હાસ્ય
કર્મની કઠણાઈમાં જો સંતાઈ ગયેલું હાસ્ય

દુનિયાદારીમાં વફાદારી ને ઇજ્જત ક્યાં મળે છે
મા ના ચરણોમાં તો અરે જન્નત મળે છે...
----રેખા શુક્લ(શિકાગો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો