બુધવાર, 5 ઑક્ટોબર, 2011

કારણ કે હું નારી છું..!


ખુશી છું જોશ છું,
ઉભરાતી લાગણી ઉમંગ છું
....કારણ કે હું નારી છું..!
મા છું પત્ની છું,
લોહીમાં ભળેલો પ્રેમ છું
....કારણ કે હું નારી છું..!
અરમાન ભરેલા હ્રદયનો ઘબકાર છું,
 ને અસ્તિત્વનો પ્રભાવ છું
.....કારણ કે હું નારી છું..!
સ્પર્શે વર્ષોની પહેચાન છું,
 વરસાદનું ફોરુ ઝીણું ઝાકળબિંદુ છું
....કારણ કે હું નારી છું..!
કર્મે પ્રતિષ્ઠા ને ધર્મે પરંપરા છું,
શરમે પ્રતિમા છું
....કારણ કે હું નારી છું..!
પારસમણી છે તું,
પણ રંગીન સ્વપ્ન છું હું.
……કારણ કે હું નારી છું..! ...
----રેખા શુકલ 

1 ટિપ્પણી:

  1. આંસુનું પ્રતિબિંબ ફોટામાં થીજી દીધું

    ભાષા વગરના સંગીતમાં તલ્લીન કરી દીધું

    ----રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો