શનિવાર, 8 ઑક્ટોબર, 2011

દિપાવલી ભારતની.. સાંજની યાદો...!!
                             સ્મૃતિપટના પ્રાંગણે સંસ્કૃતિની યાદો...
                             ચણે મોતીડા આંગણે મોરલાની યાદો...

                             થાતી રહે પ્રદક્ષિણા તુલસીની યાદો...
                             પ્રેમધાગા સુતરના જોઉ વડલે યાદો...

                             આસોપાલવના લીલા તોરણોની યાદો...
                             ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો...

                             મંદિરના ઘંટનાદે આરતીની પ્રગટે યાદો..
                             ઝળહળતી દીવડીઓના તારલાની યાદો...

                                        -રેખા શુક્લ(શિકાગો)

2 ટિપ્પણીઓ:

 1. આસોપાલવના લીલા તોરણોની યાદો...
  ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો.....વાહ કઃઉબ સરસ કવિતા રેખાબેન...તમને મળીને ખૂબ આનંદ થયો હતો....પેલુ કહે છેને આવ ભાઈ હરખા આપણે બે સરખા..લેખકને મળીને એવો આનંદ થાય ...હવામાં ઉડવા મળે...:)
  sapanaa

  જવાબ આપોકાઢી નાખો
 2. This is what India is all about...તુલસી,વડ,આસોપાલવના લીલા તોરણો, ને લીપેલા આંગણે રંગોળી, મંદિરના ઘંટનાદે આરતી....Beautiful.keep on wrting...
  love,
  Bhabhi

  જવાબ આપોકાઢી નાખો