મંગળવાર, 16 જૂન, 2020

શુશાંત સિંહ

"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી" 
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના,  આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર
ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.
                                       8888888888888888888888888888888888

આ લખવાનું દોરવાનું નાચવાનું કૂદવાનું બંધ કરી ભણો... બધું મૂકી ડોક્ટર બની પણ કોરોનાનું માસ્ક  પહેરી પહેરી સ્કીનરેશ ને પરસેવે રેબઝેબ થઈ જવાયું છે. પણ કલીગ ને પડતો માર કેવી રીતે જોતા રહું !! આ માણસો ક્યારે સમજશે ? દરેકમાં માત્ર રોષ, ધૄણા, ને ક્રોધ 
ભારોભારભરેલો છે. જે કોઈ પણ ઇશ્યુ લઈને બહાર નીકળી રહ્યો છે. પણ જ્યારે ચડસા ચડસીમાં ડર,ડીપ્રેશન આવી જાય જોઈ દુઃખ થાય કે માણસને સુધારવાનો કોરોનાનો પ્રયાસ હજુ ટુંકો પડ્યો છે કે. બોલીવુડમાં મી-ટુ આવ્યું ત્યારથી ભગવાન મનાતા હીરો-હીરોઇન-ડાઇરેક્ટર પ્રોડ્યુસરબધા ઉઘાડા પડ્યા છે.  એમના પોલીટિક્સ ની રમતો પણ બહાર આવી ગઈ. શુશાંત સિંહ જેવા કલાકાર અભિમન્યુની જેમ સપડાયો ને આખરે આત્મહત્યા કરી બેઠો. એક વંટોળ પ્રગતિ ને ટેકનોલોજીનું ને બીજી બાજુ મોટુ વમળ અંદર ખેંચતું ને ત્રીજી તરફ 
મોંધવારીનું બુલડોઝર ફરી વળે છે ટપ ટપ માણસો મરે છે ખચાખચ ભીડમાં કોણ કોને મદદ કરે ? કોઈ કોઈને સાંભળતું જ નથી. 
પણ બધાને કંઇને કંઇ કહેવું છે માત્ર રાડા ચીસાચીસ ને બૂમો નો જ અવાજ છે. પૄથ્વી ત્રાહીમામ છે, ભાર ઓછો કરવા તૈયાર છે. 
પપ્પા મારે ડોકટર થાવુ છે કે નહીં તે તો પૂછો.પારણામાંથી બાળક જાતે ઉતરે ને ખાવાનું માંગે રડે પણ મા ક્યાં છે... નહીં તો હાઇવે પર 
૪ વર્ષનું છોકરું રઝળતું કંઇ રીતે મળે..!! બાળપણ જાય ખોવાઇ, હાઇસ્કૂલ પહેલા તો મા-બાપ જાય ખોવાઈ એટલે કે ડીવોર્સ કે ડેથ.
 આમ એકલતા માંજ જીવે બાળક તમે તો નામમાત્રના માબાપ. પાછા આશા રાખીને બેસો કે મારી ઘડપણ ની લાકડી બનજો મારા બાળ. ત્રાસી ગયેલ શ્વેતાએ કોરોના દર્દીઓની ખૂબ સેવા કરી ને આખરે તે પણ દર્દી બની મૃત્યુ ને આધિન થઈ. છૂટી ગઈ ઘરની ઝંજટ ને 
જવાબદારીમાંથી.  મૌન બોલ્યું કોઈએ સાંભળ્યું ? હકીકત કહો તો લોકો કહે નેગેટીવીટી, વાહ રે આપની વ્યવહારિક બુધ્ધી !! 
આ તો તારું મારું સૈહારું સગવડિયો ધરમ ને ઉપરથી રાખવાનો હાથ કે હું અહીંયા બેઠો છું કે બેઠી જ છું ને !! અંતર ઘટ્યું કે વધ્યું છે !
પ્રગતિ કે પ્રાર્થના કામ કરશે.. ?? આકાંક્ષી અનંત અંતરિક્ષની યાત્રાએ નીકળી ગયો સર્વે ને પાછળ છોડી ગયો. ધણીવાર લાગે નવા વિચારો નવીનતા ની દોડધામ ને મનની ગડમથલ કે નિર્થકતા ને ખાલીપો....!! શું સમય રૂઝાવે છે ઉંડા ઘા ???? મારાથી થયેલી કોઈ 
પણ ભૂલને માટે માફી માંગુ છું કેમકે હું તારી સાથે જ છું. હું તને પ્રેમ કરુ છું . મને તારી પરવા છે. આ ત્રણ વાત સર્વે માટે છે. અસ્તુ.
--- રેખા શુક્લ

મંગળવાર, 9 જૂન, 2020

પરસંટેજ

નાજુક છે ઘણા કરું શું હું પહેલ 
મલકી રહ્યો છે ચણું શું હુંં મહેલ
લાગણીના પરસંટેજ શું વહેલ 
કવિતા મહોત્સવે વાર્તા હું વહેલ 
મુર્તિ એ રહસ્યે પગલાં હું પહેલ 
પ્રથમ મુલાકાતે મધુમતી કહેલ 
---- રેખા શુક્લ

*સૂરજગીરી*


સપના અળવીતરાં 
ખુદની ખોજમાં
પડછાયા ભૂતકાળના
---રેખા શુક્લ


પડતો જ રહે નેવે થી
હું નાચુ છમછમ ટેરવે થી
---- રેખા શુક્લ

પ્રેમનું ચક્કર ચલાવે આવી આયનો
કાગળ ચિઠ્ઠી પતર લખાવે આયનો
--- રેખા શુક્લ

અમે રહ્યા મૄગજળ ના મોતી
ખુશ રહીયે વાત ભલે હો છોટી
-- રેખા શુક્લ

કહાની થોડી ફિલ્મી હૈં 
થ્રી ઇઝ એ ક્રાઉડ હૈં !! 
--- રેખા શુક્લ

મૃગજળના ભીના રણે
સરિતાના તીરે તીરે
ઉગ્યા ગુલાબી ફૂલ 
-- રેખા શુક્લ

સોમવાર, 8 જૂન, 2020

" સંયમ "

૧. કોમન ટાસ્ક
૨. રેખા શુક્લ
૩. શિકાગો- અમેરિકા
૪. "સંયમ"
પ. શબ્દ સંખ્યા (ગદ્ય)= ૧૫૦ 
૬. તારીખઃ જૂન ૧૦ ૨૦૨૦
એહસાસ થયો છે... સમજણ આવી છે કારણ જ્યારથી કરોના ફેલાયું છે જગતમાં માણસ માણસ માંગે સંયમ. અપેક્ષા મોટી નથી અંતર રાખવાની આદત પાડવાની. માસ્ક પહેરવાનું જ.પહેલાની જેમ 
છીંક ઉધરસ ખવાય નહીં.લોકો તમને ટોકશે રોકશે ના ગમે તો ઘરમાં પૂરશે.  પ્રકૄતિનો રોષ છે, ડોક્ટરનો ઓર્ડર છે. સમાજ ને ઘર ના સભ્યો ની અપેક્ષા છે. સંયમ વગર આદત  પડશે નહીં.  સાચું કહું તો 
શક્ય બને પણ નહીં જુઓને નાનું બાળક પણ હવે સમજે છે, અનુભવે છે કે કોરોના વાયરસ એટલે શું. શોશ્યલ ડિસ્ટન્સ જાળવવું એ માટે પણ સંયમ જોઈએ. દૂરથી નમસ્તે કહેતા આપણે આપણીજ પ્રથા ને 
સંસ્કૄતિ પામી ગયા. ભારતની પારંગત સભ્ય સંસ્કૄતિથી આજે આખું વિશ્વ ભલે ડધાઇ ગયું હોય પણ 
સંયમ શીખવે છે યોગ.ડાયટિંગ વખતે પણ બોલ્યું કે માત્ર કહેવાથી નહીં સંયમી બનવાથી ઓછા ભોજનથી અને કસરત કરવાથી વજન ઉતરશે. આમ સંયમતા શીખવે નિયમિતતા, સ્વરછતા, શિસ્તતા જુઓ
શીખવે સભ્યતા ને એકબીજાના પૂરક અંતે લાવે શાંતિ સુખ અને સંપૂર્ણતા.
-- રેખા શુક્લ

પ્રાર્થના ઃ- ભોલેનાથ

www.club Task
1. Common Task 
૨. રેખા શુક્લ
3. શિકાગો- અમેરિકા
૪. વિષય ઃ" પ્રાર્થના ઃ- 
૫. શિર્ષક ઃ ભોલેનાથ (પદ્ય)
*************************
અંતરની ઉર્મિ પોકારે, રોંગટે રોંગટે વસો છો નાથ
વંદુ તુજને પાયે નમીને, મુજ આતમના છો નાથ (1)

પૄથ્વી તમને પાયે લાગે છે, જગતના છો તમે નાથ
જોડી બે હાથ કરે છે વિનંતી , દયા કરો રે હે નાથ (2)

દુનિયામાં થયેલા પાપ ભગાડો બંકબિલેશ્વર નાથ
વિશ્વ ઝંખે  છે શાંતિ, અમે તુજ શરણે આવ્યા નાથ(3)

અંતરથી પાડુ સાદ પ્રભુજી, સાંભળજો અમ નાથ
પરમ કૄપાળુની સ્તુતિ કરી, ધરુ ફુલમાળ હે નાથ(4)

પરમ સમીપે નિત્ય ભક્તિ, સત્સંગ સેવા હે નાથ
સંસારના રોગ સકળ કાપો, પ્રાર્થુ પશુપતિ નાથ (5)

સંકલ્પ આરાધ્ય દેવનો, ધૂપ ચંદન વધાવજો નાથ
વિશ્વાસ તુજ નો મુજમાં ફરી, વાવી તો જા હે નાથ(6)
--- રેખા શુક્લ

શનિવાર, 6 જૂન, 2020

ડાયરીના પાને


ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમ મંચ પરથી રેખા શુક્લના નમ્ર વંદન. ડાયરીના પાના-દેશમાટે શહીદ થનારા એ પણ ડાયરીના પાને  લખાણ લખ્યા કોઈએ કોઇને પત્ર લખ્યો કોઇએ મિટિંગ ને સમય નોંધ્યો. ભણાવતી સમયે પણ અમારા સાહેબ નોટમાં નોંધો કહી મહાન વ્યક્તિઓને ઉલ્લેખતા. એમણે કહેલા સુવાક્યો પણ લખાવતા. ગાંધીબાપુ વિષે ખુબ સરસ લખવાનું કહ્યું વકૄત્વસ્પર્ધા રચવામાં આવેલી. દેશ માટે અહિંસા થી લડત જળવાઈ ને આઝાદી અપાવી મારી ડાયરીમાં નોંધ તો લાંબી હતીઃ લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરૂ. સત્યાગ્રહને માર્ગે ચાલનારા આવા સ્વાતંત્ર્યસેનાનીઓને તો આપણે બધાએ નોંધ કર્યા જ હતા. પણ આઝાદી ની ચળવળ તો હિસંક તથા અહિંસક એમ બે પ્રકારની હતી. ગાંધીવાદીઓ હત્યા-ખૂન લૂંટફાટ કરતા નહીં તેથી કાયદો માનનાર ને બહુ બહુ તો જેલ માં પૂરી દેવાતા.કાયદેસર કેસ ચાલે ને સજા મળતી.પણ ખરાં બલિદાનો તો ક્રાન્તિકારી યોધ્ધાએ આપ્યા હતા. કારણકે તે અહિંસાવાદી ન હતા. સ્વામી સચ્ચિદાનંદનો
લેખ જ્યારે વાંચ્યો ત્યારે બીજા કેટકેટલા ના નામની નોંધ લખાઇ જેમ કે ગુજરાતના ખેડા નગરના શંકરભાઈ ધોબી , ઉંમર માત્ર ૧૪ વર્ષ ઝંડો લઈને અગ્રસ્થાને હતા પોલીસની ગોળીનેઆધીન બન્યા આમ  રસિકલાલ જાની, ભવાનભાઈ પટેલ, બચુભાઈ નાયક , ગુણવંતભાઇ શાહ, નરસિંહભાઈ 
રાવલ, રમણલાલ મોદી. ધીરજભાઈ મણિશંકર, કુમારી જયવંતી સંધવી, વગેરેની નોંધ ચાલુ રહી. આઝાદીની લડતમાં કૂદી પડેલા રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોઝાવર કરનાર શહીદોને વંદન કરી ડાયરી બંધ કરી હું સ્ટેજ પર આવી. વિધ્યાર્થીગણ, માનનીય શિક્ષકગણ, મુરબ્બી પ્રિન્સિપલ સાહેબ અને મારા ભાઈ બહેનો ઃઃઃ  ને હુ પરસેવે રેબઝેબ .. કઈજ યાદ ના આવે ને હું ઝબકી ગઈ. મારી સામે પડેલી મારી ડાયરી મારી સામે તાંકતી પડેલી. શ્રી. ફાધરવાલેસ નો લેખ ગુજરાત સમાચારમાં આવેલો ને શ્રી ભૂપતભાઈ વડોદરીયાને હુલ્લડનો લેખ પણ મોકલવાનો છે.... એમ નોંધી મારી ડાયરી પર પેન મૂકી હું તૈયાર થવા ચાલી.અસ્તુ.

શનિવાર, 30 મે, 2020

મૄત્યુ અમૄતદાન


નાનકડું આકાશ મારે ગજવામાં છે ભરવું 
ઇગ્લીંશ વસ્તુઓનું પરદેશગમને છે તરવું 
ભાગમભાગી મહામારીએ દીપ પ્રાગટ્ય કરવું
પાકિટમાં લેક્ચર ભરી ગલુડિયાનું છે ડરવું
પપ્પા સ્લોટર હાઉસ જેવું વાઇરસનુ છે ફરવું
જ્વલંત વને ભેંકાર એકાંતી રોજનું છે રડવું 
કરૂણા ક્યારે ડેટિંગ કરશે માનવતાનું મરવું 
ધર્મના સંસ્કાર ઉગ્યા કર્મી  સિધ્ધાંતનું જીવવું
-- રેખા શુક્લ