કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 30 મે, 2015
જસ્ટ એક મિનિટ
એક એક પલ ગિનુ જીસ ઘડી કે લીયે
જીસકી ઉમ્મીદ મે હર કોઈ "મા" જીયે
**
જસ્ટ એક મિનિટ પારણિયે
ખોવાયો પારણિયે ક્યાં ક્યાં ગૂંથાણો
ભણી ને શું પરવાર્યો મારો એ રૂપાળો
પડ્યો છે ઉંધે કાંડ પ્રેમ માં મારો ઉતાવળો
જસ્ટ એક મિનિટ લાગશે ચડશે હવે ઘોડી પર સુંવાળો
આ દિવસ-ઘડી માં ખોવાણી, વરસો માં જીવ મુંઝાણો
ખુશ રહે બેટા, સર કરો ઉન્નતિ ને પ્રગતિ ના ચઢાણો
દૂર દૂર નજરે ના ચઢે કંટક કે નેગેટીવ પ્રતિબિંબ સંભાળો
જસ્ટ એક મિનિટ પલકે, મુજ રવિ બાબુ હૈયે છે સમાણો
---રેખા શુક્લ (MOM)
**************************************
"મા"
કોખ થી છુટો પડ્યો હું રડેલો "મા" તુ રડેલી.....
ગોદમાં હું રમેલો ખુબ હસેલો તું હસેલી !!
બેસતા હું શીખેલો બોલ્યો "માં" તુ રડેલી....
પા-પા પગલી પાડી ગળે બાઝી પડેલી !!
ગોળ ગોળ હું ભગાવતો, હું બહુ સતાવતો !
દુધનો પ્યાલો લઈને ગોતે હું સંતાઈ જાતો !
સ્કુલે મુકવા હસ્તા મુખે સજળ નૈને જોતો !
છુટતા ગળે થી હું રડેલો વળી વળી જોતો !
મિત્રોમાં મશ્ગુલ રમતગમત ખુબ રમતો !
સ્કુલ પતી તે સમર ખુબ ફર્યો'તો હસતો !
પપ્પાની કાર્બન-કોપી કહે હું મલકાતો !!
ગર્વથી ભીની આંખો ચશ્માં લુછતીતે જોતો !
યુનિ-માંથી આવી રડ્યો ક્રુશ હથેળી ચુમતો !
મીઠું મોં કરાવ્યું જોબ મળી તું રડેલી........
લગ્ન વખતે હરખાતી ઘડી-ઘડી આંખો લુછતી !
પાગલ મનવા દિલના સંભલે કૈં ચુમી લેતી !!
પેહલા ખોળે પુત્ર વધામણી સફેદી માથે વધતી !
ના'ની તારી ના'ના તારા કહી સંગે રમતી !
ઠુમક-ઠુમક મુજ બાળ રમાડે હું જો'તો હસતી !
દુઘનો પ્યાલો લઈને ગોતે ઘીમે ફરતી !!
ગોળ ગોળ ફરી મુજ્ને જ જાણે શોધતી..!!
રડતાં રડતાં યાદ કરું આજ તું દુર નજરથી !!
"પાપા ના'ની" છબીને ચુમી બાળ નજર હસતી
ક્યાંથી લાવું "મા" ફરીથી આંખો મારી રડતી...!!
---રેખા શુક્લ
રવિવાર, 24 મે, 2015
પ્રેમ પારેવડું
યાદો ના રણે મ્હાલતું પ્રેમ પારેવડું
તુજ સમા ઉઘડતા આકાશે
એક્ધારો વા'તો મંદ મંદ પવન થઈ
તપતા વદને ઠંડો વાયરો તું
તડપ એક મીન ની સમજે સાગર થઈ
ઘૂઘવતા નીર ને જોશની લહેર તું
બુંદ બુંદ શૂન્યતા માં સમાઈ જાંઉ
સર્વસ્વ નું ગુમાન હરખાઉ મુખે તું
શિવ સમું ધ્યાન ને રૂપાળું હ્રદય
શિવ સમું ધ્યાન ને રૂપાળું હ્રદય
બંધ નયને ભાળે જગત હૈયાનું તું
કા'ના નું કાળજ કોરે....
તારું ચાલી જવું, અડકીને હસવું
ઇરછાની તાસીરનું અમસ્તું મલકવું
વિચારોની ભીડે ખાલીપો થૈ ઝૂરવું
કાગળ પીંછા, રંગીન રંગે ચૂમવું
મોગરાની વેણી નું તુજમાં મહેકવું
અંબંર રંગી લીપ્યું આંગણ તુજમાં સમાવું
ખર્યું હાસ્ય, ઉંડા ખંજન, ઉદરે છૂપાવું
---રેખા શુક્લ
માણસો ના નામ ના પૂતળા કરે શોર
બેહરા થઈ ને ગામ માં કરે છે શોર
----રેખા શુક્લ
'સ' ને મળ્યો આકાર ને સપના બની બેઠા સળવળી
----રેખા શુક્લ
મંગળવાર, 19 મે, 2015
લાગે મને પ્રિય
લાગે મને પ્રિય મારી ખબર તને વધારે છે
ખિજાણી છું ખૂબ ને મનાવી હવે ભારે છે,
પરાયા રાહમાં બેસી ભાળે વાટ નયન તારા,
તને સાક્ષાત નમાવી નાદાન આવકારે છે
વિરહની આગ તો બસ સળગે છે વર્ષોથી,
સનમ કહી તને દિલ જ્યારે જ્યારે પુકારે છે
નયન તારા દિવાના શાને એવા બન્યા છે,
શું સાચે મારી યાદ આવે આંસુ સારે છે
પ્રણયની આ ટૂંકી સફરમાં રાહ શું ચીંધી
લાગે છે તને કેમ જિંદગી મારે સહારે છે,
આમ એક છું કહી ને સાથે કોણ રહ્યા છે,
દૂર જાંઉ છુ કહી પાસેથી દૂર કોણ ગયા છે
રવિવાર, 17 મે, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)