અમે પ્રેમ નગરના છીએ
તુજ પ્રેમ વગરના છીએ
અમે ભક્ત થૈ પોકારીએ
પ્રીત તણું પાનેતર ઓઢીએ
અરરરર એમ હાથ ન આલીએ...
અમે પ્રેમ નગરના છીએ
હું તો મીઠાં જળ ની માછલી
હાથ નહીં લાગું ઝટ તારી
હેતની હેલી રોમે રોમમાં ભરીએ
પાણીકાં ફોરા ઉલાળતાં મળીએ....
અમે પ્રેમ નગરના છીએ
રાત્યું ની વાતો થોડી સપનેય કરીએ
છેડાછેડી ટીખણ ટીપણી કદીક કરીએ
ભડવીર હો તો સામો પડકાર ફેંકીએ
સામો સાવજ હોય તો તેને શું કહીએ....
અમે પ્રેમ નગરના છીએ
---- રેખા શુક્લ