મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2019

સ્વયંમ


અણદેખ્યાં ક્યાંથી કરશું મીઠા માઠાં નખરાં
અલકમલકના રંગબેરંગી પંછી માળે સરખાં

મીઠામધ ગાલ રૂપાળાં આ તે કેવા ગળપણ
હા..હા મસ્તી-ધમપછાડા તો ય રૂડા સગપણ

પાણી પાણી નેહ ભીંજવે ભીના ભીના વળગણ
છોડ માંગે પરવરીશ, વટવૄક્ષ બને છે બચપણ

ભાગે પગેરૂમ પકડાપકડી, પાણી પાણી ઘડપણ
યાદ ઝંખે ચશ્મીશ આંખુ, કરવાનું હવે  પર્યુષણ

પેનપાટી લૈ પતંગિયા ઉડ્યા સ્કૂલે છોડી બાળપણ
મ્યુઝિકલચેર થી મોહિત ને ખો-ખો લાવે કળતર

ગભરી ડૂબકીએ ગભરું હાસ્ય, કરે પાણીમાં ચડતર
ડુસકાં ડૂમાં હોશ વિસાણાં, તુજ શરણનું જ ધડતર

ગા,ગા, લ,લ,ગા છૂટે વ્યાકરણ સંખ્યા રમે સંતાકૂકડી
કૂસ્તી કરી પાછળ કબ્બડી , હાંફી રમતી બારખડી

અ આ ઇ ઈ ઓ  ઔ અં અઃ ઉભી આડી અવળી
શ્લોક પધ્ધતિ ગોખે આંકડા, બ્રહ્માંડ ગુગલે વળી

સ્વયંમ અસ્તર સ્વયંમ નસ્તર ભાગતું સતત બચપણ
સ્વયંમ બખ્તર સ્વયંમ તત્પર, તેથી રહેતું બચપણ

----રેખા શુક્લ

શુક્રવાર, 12 જુલાઈ, 2019

અમાસ ની રાતલડિયે તારલાંઓ ટાંક્યા, પણ ચંદ્રમા ના મોઢે અજવાળા ઝાંખા...કાળજડે પડ્યા ઘા

हैं अपनो ने मारा ईमान धरम शरम करम और भरम के लिये
और फिर दरार बांग पुकार हरेक के हिस्से मे लहु करार लिये 
---रेखा शुक्ला 

ईश्वर अल्लाह जित्ने भी है रब
नूर तेरा तुज मे ही सब हैं रब !
---रेखा शुक्ला


डिस्पोझेबल इन्कम बने
 तो, घर बनता है सवरता है और बिगडता भी है.
कुछ लोगों से रूबरू होने का अंदाजे एहसास ही कुछ अलग होता हैं 
फिर वो जान अपने पास नहीं रेहता वो मेरे पास कैसे होगा हैं न ?
जिन्दगी की गगरिया पे बैठा कौआं दिन-रात कंकर डाल डाल उम्र पी रहा 
और मनुष्य समजे वो जी रहा हैं
मुजे अपने जिने का हक्क चाहिये. कोइ बहारसे जली थी कोई अन्दर से
हर रंग प्यार के चूरा कर जिने को केहते हैं 
शोहर के नाम के जज 
मुजे तन्हाई सजाये मौत फरमाइये
मै अम्मी जैसे बहादूर नहीं हुं 

ના કાપો

ધરતી પાડે ત્રાડ, ના કાપો ભાઇ ઝાડ..
બળ્યા ગુલાબ ને લો હવે બળે પણ ઘાસ...
આભે જો માનવ બળે, ના કાપો ભાઈ ઝાડ...
વરસો જોડે હાથ બાળ, ના કાપો ભાઈ ઝાડ ...
Image result for child praying
--- રેખા શુક્લ
પોતીકું ગણી માનેલો આધાર અદકેરો
હું ખોવાણો વનમાં પ્રવાસી એકલો અનેરો
---રેખા શુક્લ
માળા ના મોતી માંગે છૂટા છેડા 
વેવિશાળે માંગ્યા હતા રૂડા બેડા

---- રેખા શુક્લ

ખૂબ અનોખુ વતની વર્ણન મા'ણે મા'ણું ખોળી લાવ્યું


 
બસ આમ ને આમ સાવ અમસ્તુ મળવા આવ્યું,
મોજા પાછળ મોજું દોડ્યું, ખળખળ બોલી આવ્યું.
લેકની ગોદમાં સૂરજ નાચે, વહેણ વલોવી આવ્યું,
અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું.
મૂંઝારો ને મૌન વેરાણુ, ડાળે ડાળું જો જાગી આવ્યું,
ઉંચી ડોકે લંબાતી ચાંચે પંખીડું "મા" ભાળી આવ્યું.
 ---રેખા શુક્લ 

બુધવાર, 12 જૂન, 2019

વસમી વેદના રાખડી

Close-up of Rakhi : Stock Photo

                                         
મને કેમ વીસરી ? જો રૂડી રાખડી પણ છે રડી અડી
ભીંજાઈ ગઈ બધી જો પાંખડી 'ઓમ' ને અડી અડી

ઘર-પરસાળ, ગામ-પાદરું ઓલું ફળિયું પડે રડી અડી
સ્વજન, તરુવર લે સીમ-સીમાડો ભાંગ્યા અડી અડી

પંખીલોક ને કુંવારો વૈશાખ, ઘણ જાય છે રડી અડી
ઘર પછવાડી પરબે કેડી પ્રણયની જરાંક અડી અડી

વહેલો ને પહેલો માણ્યો રે વરસાદ છેડલો છેડી છેડી
કોરોકટ પાલવ ને ધોળોધબ વરસ્યો રે અડી અડી
---- રેખા શુક્લ 

તું આમ જ મને છોડી ગઈ !!

Image may contain: 1 person, smiling, eyeglasses and closeup
તું આમ જ મને છોડી ગઈ !! 
લે જો તરસઘર બન્યા દેશે પત્ની વિનાના ઘરમાં 
કોઈ'ક તો આવી ક્યારેક જો હરખાવશે 
તરસ્યા મલકનો મેઘ જો બનશે !!
સાચેસાચ ના માંગુ સુવર્ણચંદ્રક, પારિતોષિકો કે પુરસ્કાર
ઉથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં 
થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં
તું આમ જ મને છોડી ગઈ !! 
આમ ને આમ સંસ્કૄતિના દાબ હેઠળ,
છોડ બધુ ઓ' વનસુંદરી તું જો પ્રવેશે..
પ્રકૄતિસૌંદર્ય ના અન્કુર ફૂટી મહોરાવુ પુષ્પ સમર્પિત 
શું ટાંકુ વેદના અરે !! આખરી તીવ્ર જીવંત વેદના,
ભાષા ચિતરાઈ જો ને પાને પાને ;
પાણે... પાણે !! ડૂબી જીન્દગી આંગણે ને
તું આમ જ મને છોડી ગઈ ઉગતા ઘડપણે !! 
---- રેખા શુક્લ

મારગ

મારગ
ઉથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં 
થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં
--- રેખા શુક્લ 

युं तो प्यारे होते हैं पापा पर सबसे प्यारी होती हैं मा
दूर दूर परियों के देश लेजाके निवाले खिलाती हैं मा
--- रेखा शुक्ला 

बारिश मे डूबी नैया, और खड्डॅ में फंसे पांव
दिल क्या सहे तूट तूट कर, लहु ने दिये घांव 
-- रेखा शुक्ला