તું આમ જ મને છોડી ગઈ !!
લે જો તરસઘર બન્યા દેશે પત્ની વિનાના ઘરમાં
કોઈ'ક તો આવી ક્યારેક જો હરખાવશે
તરસ્યા મલકનો મેઘ જો બનશે !!
સાચેસાચ ના માંગુ સુવર્ણચંદ્રક, પારિતોષિકો કે પુરસ્કાર
ઉથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં
થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં
તું આમ જ મને છોડી ગઈ !!
આમ ને આમ સંસ્કૄતિના દાબ હેઠળ,
છોડ બધુ ઓ' વનસુંદરી તું જો પ્રવેશે..
પ્રકૄતિસૌંદર્ય ના અન્કુર ફૂટી મહોરાવુ પુષ્પ સમર્પિત
શું ટાંકુ વેદના અરે !! આખરી તીવ્ર જીવંત વેદના,
ભાષા ચિતરાઈ જો ને પાને પાને ;
પાણે... પાણે !! ડૂબી જીન્દગી આંગણે ને
તું આમ જ મને છોડી ગઈ ઉગતા ઘડપણે !!
---- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો