૧. કોમન ટાસ્ક
૨. રેખા શુક્લ
૩. શિકાગો- અમેરિકા
૪. "સંયમ"
પ. શબ્દ સંખ્યા (ગદ્ય)= ૧૫૦
૬. તારીખઃ જૂન ૧૦ ૨૦૨૦
એહસાસ થયો છે... સમજણ આવી છે કારણ જ્યારથી કરોના ફેલાયું છે જગતમાં માણસ માણસ માંગે સંયમ. અપેક્ષા મોટી નથી અંતર રાખવાની આદત પાડવાની. માસ્ક પહેરવાનું જ.પહેલાની જેમ
છીંક ઉધરસ ખવાય નહીં.લોકો તમને ટોકશે રોકશે ના ગમે તો ઘરમાં પૂરશે. પ્રકૄતિનો રોષ છે, ડોક્ટરનો ઓર્ડર છે. સમાજ ને ઘર ના સભ્યો ની અપેક્ષા છે. સંયમ વગર આદત પડશે નહીં. સાચું કહું તો
શક્ય બને પણ નહીં જુઓને નાનું બાળક પણ હવે સમજે છે, અનુભવે છે કે કોરોના વાયરસ એટલે શું. શોશ્યલ ડિસ્ટન્સ જાળવવું એ માટે પણ સંયમ જોઈએ. દૂરથી નમસ્તે કહેતા આપણે આપણીજ પ્રથા ને
સંસ્કૄતિ પામી ગયા. ભારતની પારંગત સભ્ય સંસ્કૄતિથી આજે આખું વિશ્વ ભલે ડધાઇ ગયું હોય પણ
સંયમ શીખવે છે યોગ.ડાયટિંગ વખતે પણ બોલ્યું કે માત્ર કહેવાથી નહીં સંયમી બનવાથી ઓછા ભોજનથી અને કસરત કરવાથી વજન ઉતરશે. આમ સંયમતા શીખવે નિયમિતતા, સ્વરછતા, શિસ્તતા જુઓ
શીખવે સભ્યતા ને એકબીજાના પૂરક અંતે લાવે શાંતિ સુખ અને સંપૂર્ણતા.
-- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો