www.club Task
1. Common Task
૨. રેખા શુક્લ
3. શિકાગો- અમેરિકા
૪. વિષય ઃ" પ્રાર્થના ઃ-
૫. શિર્ષક ઃ ભોલેનાથ (પદ્ય)
*************************
અંતરની ઉર્મિ પોકારે, રોંગટે રોંગટે વસો છો નાથ
વંદુ તુજને પાયે નમીને, મુજ આતમના છો નાથ (1)
પૄથ્વી તમને પાયે લાગે છે, જગતના છો તમે નાથ
જોડી બે હાથ કરે છે વિનંતી , દયા કરો રે હે નાથ (2)
દુનિયામાં થયેલા પાપ ભગાડો બંકબિલેશ્વર નાથ
વિશ્વ ઝંખે છે શાંતિ, અમે તુજ શરણે આવ્યા નાથ(3)
અંતરથી પાડુ સાદ પ્રભુજી, સાંભળજો અમ નાથ
પરમ કૄપાળુની સ્તુતિ કરી, ધરુ ફુલમાળ હે નાથ(4)
પરમ સમીપે નિત્ય ભક્તિ, સત્સંગ સેવા હે નાથ
સંસારના રોગ સકળ કાપો, પ્રાર્થુ પશુપતિ નાથ (5)
સંકલ્પ આરાધ્ય દેવનો, ધૂપ ચંદન વધાવજો નાથ
વિશ્વાસ તુજ નો મુજમાં ફરી, વાવી તો જા હે નાથ(6)
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો